મિચેલ માર્શની શાનદાર બેટિંગ અને જોશ હેઝલવૂડની સટીક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટી-20 વિશ્વ કપ જીત્યો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે માત આપીને ઈતિહાસ રચ્યો છે. વિશ્વ ચેમ્પિયન બનવાની ખુશી દરેક ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ વચ્ચે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટીમના ખેલાડીઓ શૂઝનમાં બીયર ભરીને પીતા નજરે આવી રહ્યાં છે.
સેમીફાઈનલમાં પાકિસ્તાનની આશાઓને તોડનાર તોફાની બેટ્સમેન મેથ્યૂ વેડ અને ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસ શૂઝમાં બીયર ભરીને પીતા નજરે આવ્યા હતા. વિશ્વ વિજેતાઓનો આવી રીતનું સેલિબ્રેશન જોઈને ફેન્સ પણ હેરાન છે. જોકે, તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં શૂઝમાં બીયર ભરીને પીવાની પરંપરા ખુબ જ લોકપ્રિય છે.
કેમ ચેમ્પિયન શૂઝમાં પીવે છે બીયર ?
ઓસ્ટ્રેલિયામાં શૂઝમાં બીયર પીવાની આ પરંપરાને શૂઈ (Shoey) કહેવામાં આવે છે. લાઈવ મ્યૂઝિકલ કોન્સર્ટ અને સ્પોર્ટિંગ ઈવેન્ટમાં આવી રીતનું સેલિબ્રેશન ખુબ જ સામાન્ય વાત છે. આ અનોખી પરંપરાની પાયો ઓસ્ટ્રેલિયાના ફોર્મૂલા વન સ્ટાર ડેનિયલ રિકિયાર્ડોએ વર્ષ 2016માં આયોજિત જર્મન ગ્રેંડ પ્રિક્સમાં રાખી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ના માત્ર ખેલાડી પરંતુ અનેક મોટા કલાકારો પણ આવી રીતે સ્ટેજ પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
જોકે, જીતનો જશ્ન મનાવવાની આ રીત હવે બીજા દેશોમાં પણ ફેલાવવા લાગી છે. હાલમાં જ બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર લુઈસ હેમિલ્ટને એમીલિયા રોમાગ્રા ગ્રેંડ પ્રિક્સની પોડિયમ સેરેમની પર આવી જ રીતે શૂઝમાં બીયર પીને જશ્ન મનાવ્યો હતો.
View this post on Instagram
અનેક કલાકાર આ રિવાજને નાપસંદ પણ કરે છે. સિડનીની 21 વર્ષની એક કોન્સર્ટ ફોટોગ્રાફર જોર્જિયા મૌલોની જણાવે છે કે, તે પાંચમાંથી એક શૂટ દરમિયાન ‘shoey’ શબ્દ સાંભળે છે. અનેક વખત તે સાંભળવું અજીબ લાગે છે, ખાસ કરીને જ્યારે મંચ પર કોઈ ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ હાજર હોય. શો દરમિયાન આવું કરવાથી ઘણો સમય પણ લાગે છે. જોર્જિયા કહે છે કે, આખી દુનિયામાં આ એકમાત્ર એવો દેશ છે જ્યાં કલાકારોને શૂઝમાં બીયર પીવાનું કહેવામાં આવે છે.
શૂઝમાં બીયર પીવાથી બિમાર થવાય?
આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે બૂટ ભરેલી બીયર પીવી શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આ અંગે મેલબોર્નના મોનાશ યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત એન્ટોન પેલેગ કહે છે, ‘કદાચ નહીં! સ્વસ્થ અથવા સ્વચ્છ પગવાળા વ્યક્તિના પગરખાંમાં ભરેલી બીયર પીવાથી ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી હોય છે. જોકે ખુદ નિષ્ણાતો માને છે કે ગ્લાસમાં ભરેલી બીયર પીવી એ દુર્ગંધવાળા શૂઝ કરતાં વધુ સારો વિકલ્પ છે.