દેશને ટૂંક સમયમાં જ ગે (સમલૈંગિક) જજ મળી શકે છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સીનિયર વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી કોલેજિયમની 11 નવેમ્બરની બેઠકમાં આ ભલામણ કરવામાં આવી છે. ખાસ વાત તે છે કે કેન્દ્ર તરફથી ચાર વખત કૃપાલના નામને લઈને આપત્તિ વ્યક્ત કરવા છતાં કોલેજિયમે પોતાની ભલામણ આપી છે.
દેશમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે સાર્વજનિક રીતે સમલૈંગિકતાનું સ્વીકાર કરનારા ન્યાયિક ક્ષેત્રના વ્યક્તિને જજ બનાવવાની સુપ્રીમ કોર્ટની ભલામણ કરી છે. ઓક્ટોબર 2017માં દિલ્હી હાઈકોર્ટ કોલેજિયમે સર્વસમ્મતિથી જજ માટે તેમના નામની ભલામણ કરી હતી. તે પછી સુપ્રીમ કોર્ટે ચાર વખત તેમની ભલામણને ટાળી ચૂક્યું છે. સપ્ટેમ્બર 2018, જાન્યુઆરી-એપ્રિલ 2019 અને ઓગસ્ટ 2020માં સુપ્રીમ કોર્ટે તેમની ભલામણનો નિર્ણય ટાળી દીધો હતો.
કૃપાલના વિદેશી પાર્ટનરને લઈને કેન્દ્રને આપત્તિ
આ વર્ષે માર્ચમાં તત્કાલીન ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કૃપાલને હાઈકોર્ટના જજ બનાવવા અંગે કેન્દ્ર સરકારને તેમના સૂચનો જણાવવાનું કહ્યું હતું. પરંતુ કેન્દ્ર સરકારે એક વખત ફરીથી આપત્તિ વ્યક્ત કરી હતી. કેન્દ્રએ કૃપાલના વિદેશી પુરૂષ સાથીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૃપાલના પાર્ટનર એક હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે અને સ્વિટ્ઝલેન્ડનો રહેવાસી છે. તેથી કેન્દ્રને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ છે.
કોણ છે સૌરભ કૃપાલ?
સૌરભ કૃપાલ સીનિયર વકીલ અને પૂર્વ ચીફ જસ્ટિસ બીએન કૃપાલના પુત્ર છે. સૌરભ પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી સાથે જૂનિયર કામ કરી ચૂક્યા છે, તે કોમર્શિયલ લોના એક્સપર્ટ પણ છે. સૌરભ કૃપાલે દિલ્હીના સેંટ સ્ટીફન્સ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે, જ્યારે લોની ડિગ્રી ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી કરી છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં લગભગ 20 વર્ષ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. સાથે જ યૂનાઈટેડ નેશન્સ સાથે જેનેવામાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ સમલૈંગિક છે અને LGBTQના અધિકારીઓ માટે મુખર છે. તેમને સેક્સ એન્ડ ધ સુપ્રીમ કોર્ટ પુસ્તકોને એડિટ પણ કર્યા છે.
કલમ 377 નાબૂદ કરવાનો કેસ લડ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018માં સમલૈંગિકતાને ગેરકાયદેસર ગણાવતા IPCની કલમ 377 પર મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતુ કે સમલૈંગિક સંબંધ અપરાધ નથી. આ સાથે જ કોર્ટે સંમતિથી સમલૈંગિક સંભોગને ગુનાના દાયરાની બહાર કરીને કલમ 377ને હટાવી દીધી હતી. આ મામલે અરજદાર વતી સૌરભ ક્રૃપાલે દલીલો કરી હતી.
સમલૈંગિકતા શું છે?
સમલૈંગિકતાનો અર્થ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું સમાન લિંગના વ્યક્તિ પ્રત્યે યૌન આકર્ષણ. સાધારણ ભાષામાં કોઈ પણ પુરૂષનો પુરૂષ પ્રત્યે અથવા મહિલાનો મહિલા પ્રત્યે આકર્ષણ. આવા લોકોને અંગ્રેજીમાં ‘ગે’ અથવા ‘લેસ્બિયન’ કહેવામાં આવે છે.