મનોરંજન જગતમાં સૌથી અમીર છે ભુષણ કુમાર, શાહરૂખ-અમિતાભ પણ છે પાછળ
બોલિવૂડ સ્ટાર્સની લવિશ લાઈફસ્ટાઈલ, આલીશાન ઘરો અને કરોડોની સંપત્તિ હંમેશાં ચર્ચાનો વિષય રહે છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રિતિક રોશન જેવા દિગ્ગજો દેશના સૌથી અમીર કલાકારોમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં એક એવું પણ નામ છે, જેની કુલ દોલત આ તમામ સુપરસ્ટાર્સની સંયુક્ત સંપત્તિ કરતા પણ અનેકગણી વધારે છે? આપણે વાત કરી રહ્યા છીએ ટી-સીરિઝ (T-Series) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભુષણ કુમારની, જેમની નેટવર્થ જાણીને તમારા પણ હોશ ઉડી જશે.
![]()
૩૬,૩૦૦ કરોડ રૂપિયાની છે કુલ નેટવર્થ
હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List) ના આંકડાઓ અનુસાર, ભુષણ કુમાર અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર અને સફળ બિઝનેસ પરિવારમાં સામેલ છે. તેમની કુલ નેટવર્થ ૩૬,૩00 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
આ લિસ્ટની સૌથી ખાસ વાત એ છે કે ભુષણ કુમાર તેમાં 87માં સ્થાને છે અને મનોરંજન જગત (Entertainment Industry) માંથી ટોપ-100 માં જગ્યા બનાવનાર તેઓ એકમાત્ર શખ્સ છે. તેમની આ સંપત્તિ શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને રિતિક રોશન જેવા મોટા બોલિવૂડ સ્ટાર્સની કુલ નેટવર્થ કરતા પણ ઘણી વધારે છે.
માત્ર 19 વર્ષની ઉંમરે સંભાળી હતી ટી-સીરિઝની કમાન
ભુષણ કુમારની આ અપાર સફળતા પાછળ દાયકાઓની સખત મહેનત અને તેમનું બિઝનેસ વિઝન છે. તેમની દોલતનું સૌથી મોટું સાધન ‘ટી-સીરિઝ’ છે, જેનું અધિકૃત નામ ‘સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ છે.
ભુષણ કુમારના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમણે ખૂબ જ નાની ઉંમરે મોટી જવાબદારી સંભાળી હતી. વર્ષ 1997માં તેમના પિતા અને ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારના નિધન બાદ, માત્ર 19 વર્ષની ઉંમરે ભુષણ કુમારે કંપનીની કમાન પોતાના હાથમાં લઈ લીધી હતી. તે નાની ઉંમરે કંપનીને સંભાળવી અને આગળ વધારવી એક મોટો પડકાર હતો, જેને તેમણે ખૂબ જ સારી રીતે પાર પાડ્યો.
મ્યુઝિકથી લઈને ફિલ્મ પ્રોડક્શન સુધી વધાર્યો કારોબાર
શરૂઆતમાં ટી-સીરિઝ મુખ્યત્વે મ્યુઝિક કેસેટ્સ અને ઓડિયોના કારોબાર સાથે જોડાયેલી હતી. પરંતુ સમયની સાથે ભુષણ કુમારે કંપનીના વિઝનને બદલ્યું અને તેને મ્યુઝિક, ફિલ્મ પ્રોડક્શન અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટના ક્ષેત્રમાં વિસ્તાર આપ્યો.

આજના સમયમાં ટી-સીરિઝ દુનિયાની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી યુટ્યુબ ચેનલોમાંની એક છે. આ ઉપરાંત, કંપનીનું ફિલ્મ પ્રોડક્શન બેનર ‘એનિમલ’, ‘ભૂલ ભુલૈયા’ સિરીઝ અને ‘દ્રશ્યમ’ જેવી અનેક બ્લોકબસ્ટર અને મોટી ફિલ્મો બનાવી ચૂક્યું છે. આ જ કારણ છે કે આજે ટી-સીરિઝ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું સૌથી શક્તિશાળી અને અમીર બ્રાન્ડ બની ગયું છે.
જાણો બીજા બોલિવૂડ સુપરસ્ટાર્સની નેટવર્થ
જો બોલિવૂડના આ દિગ્ગજ સિતારાઓની કુલ સંપત્તિની સરખામણી ભુષણ કુમાર સાથે કરવામાં આવે, તો આંકડા ખૂબ જ ચોંકાવનારા છે:
શાહરૂખ ખાન: દેશના સૌથી ધનિક અભિનેતાઓમાં સ્થાન ધરાવતા શાહરૂખ ખાનની કુલ સંપત્તિ અંદાજે ₹10,000 કરોડ છે. જોકે તાજેતરમાં તેમની સંપત્તિમાં થોડી વધ-ઘટ જોવા મળી છે, તેમ છતાં તેઓ ટોચના સ્થાને યથાવત છે.
અમિતાભ બચ્ચન: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની નેટવર્થમાં પાછલા વર્ષની સરખામણીમાં સારો એવો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ લગભગ ૪,000 કરોડ રૂપિયા છે.
સલમાન ખાન: સુપરસ્ટાર સલમાન હાને આ વર્ષે પહેલીવાર આ અમીર લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે અને તેમની કુલ નેટવર્થ લગભગ ૩,000 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે.
રિતિક રોશન: પોતાની શાનદાર ફિટનેસ અને ફિલ્મો માટે જાણીતા રિતિક રોશનની નેટવર્થ વધીને લગભગ ૨,૫00 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
આ તમામ મોટા સિતારાઓની સંપત્તિ પોતાની જગ્યાએ ખૂબ મોટી છે, પરંતુ ભુષણ કુમારનું બિઝનેસ એમ્પાયર આ બધાની સરખામણીમાં અનેકગણું આગળ છે, જે એ સાબિત કરે છે કે કેમેરાની આગળ કામ કરવા ઉપરાંત પડદા પાછળનું બિઝનેસ માઇન્ડ કેટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે.
