એક્ટર અને કોમેડિયન વીરદાસના ટૂ ઈન્ડિયા મોનોલોગથી વિવાદ ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એક્ટર વીરદાસને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં ફિલ્મમેકર અશોક પંડિતથી લઈને કંગના રનૌત સુધીએ વીરદાસની કવિતાને ‘દેશ વિરોધી’ ગણાવી અને તેમની ધરપકડની માંગ કરી છે. તો ઘણા બધા લોકો વીરદાસનો સપોર્ટમાં પણ કરી રહ્યાં છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક લોકો વીરદાસનું નામ લઈને મોદી સરકાર પર નિશાનો સાંધતા નજરે પડી રહ્યાં છે.
પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાસ સિંહે સોશિયલ મીડિયા પર ટૂ ઈન્ડિયા વિવાદ પર એક પોસ્ટ કરી, જેમાં તેમને મોદી સરકાર પર કટાક્ષ કર્યો. આ દરમિયાન પૂર્વ આઈએએસે પ્રશ્ન પૂછતા કહ્યું કે- વીર દાસ પોતાને નરેન્દ્ર મોદી સમજે છે? સૂર્ય પ્રતાપ સિંહે કહ્યું- ‘વીર દાસની “ભારતમાં રેપ” થાય છે તેવું કહેવાની હિમ્મત કેવી રીતે થઈ? એક સ્ટેન્ડ અપ કોમેડિયનની આટલી હેસિયત કેવી રીતે થઈ ગઈ? વીર દાસ શું પોતાને નરેન્દ્ર મોદી સમજે છે? જે દિલ્હીને રેપ કેપિટલ કહે અને જનતા તેમને વોટ આપીને વડાપ્રધાન બનાવી દે? પરંતુ વીર દાસથી દેશને આશા છે તેમનાથી નહીં.’
સૂર્યપ્રતાપ સિંહે આ પોસ્ટ પર અનેક લોકોએ રિએક્શન આપવાનું શરૂ કર્યું. શાહિદ ખાન નામના એક યૂઝરે કહ્યું- “વીર દાસના 7 મીનિટના વીડિયોની મહત્વ વાતો- કોવિડ-19 ખરાબ મેનેજમેન્ટ, લખીમપુર ખીરી કાંડ, વાયુ પ્રદૂષણ, પીએમ કેયર્સ ફંડ, પેટ્રોલના વધતા ભાવ, કોમેડિયન પર કાર્યવાહી, દલાલ મીડિયા અને મૌન રહેતી હસ્તિઓ પર હતી. ભક્ત મંડળીને સત્ય કડવું લાગી ગયું અને તેમની નજરમાં વીર દાસ રાષ્ટ્ર-વિરોધી થઈ ગયો.”
ધીરજ કુમાર નામના યૂઝરે લખ્યું- “સર તમે તો પ્રશાસનની હિમ્મત રહ્યાં છો, શું તમે જણાવશો કો ક્યાં અછત રહી જાય છે, જ્યારે કંગના જેવા લોકો દેશના શહીદોનું અપમાન કરે છે અને કોઈપણ રીતની એક્શન લેવામાં આવી નહીં. તો બીજી તરફ કોમેડિયન પર FIR કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. આ કેવા પ્રકારની બેવડી લોકશાહી છે.”