સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર 23 નવેમ્બરે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટ્સ એટલે 1.3 ટકાના ઘટાડા સાથે 57,806 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 બેન્ચમાર્ક તેના અગાઉના બંધ કરતાં 200 પોઈન્ટ અથવા 1.2 ટકા ઘટીને 17,262 પર ખુલ્યો હતો.
રિલાયન્સમાં આજે પણ વેચાણ ચાલુ છે. ICICI બેંક લિમિટેડે ઘટાડા માટે સૌથી વધુ યોગદાન આપ્યું અને 2.3% નો ઘટાડો નોંધાવ્યો.
જ્યારે પાછલા બે ટ્રેડિંગ સેશનમાં લગભગ 37% ના ઘટાડા પછી Paytmના શેરમાં 6.5% નો વધારો જોવા મળી રહ્યો છે.
સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ પણ ખરાબ રહ્યો હતો
તમને જણાવી દઈએ કે માત્ર એક દિવસ પહેલા પણ બજારો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. બેન્ક, ઓટો, આઈટી સહિત બજારમાં સર્વાંગી વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 2%નો ઘટાડો નોંધાયો હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સાઉદી અરામકો સાથેનો સોદો રદ કર્યો છે. અરામકો રિલાયન્સના ઓઈલ ટુ કેમિકલ (02C) યુનિટમાં આશરે 15 બિલિયન ડોલરમાં 20% હિસ્સો લેવાનું વિચારી રહી હતી. પરંતુ એક અખબારી નિવેદન જારી કરતી વખતે, રિલાયન્સે કહ્યું કે કંપની આ સોદા પર પુનર્વિચાર કરશે. તેની અસર રિલાયન્સના શેર પર જોવા મળી હતી. રિલાયન્સનો શેર 4.35% ઘટીને ₹2,363 પર બંધ થયો હતો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને એનટીપીસીના શેર પણ 5.6% સુધી તૂટ્યા.