દિલ્હી: શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ તેમજ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ ટીમમાં પાર્થિવ પટેલની વાપસી થઇ છે તો જસપ્રિત બુમરાહનો પ્રથમ વખત ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટી-20 ટીમમાં સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે IPL માં ગુજરાત લાયન્સ વતી રમેલા બસીલ થંપીને પણ ટી-20 ટીમમાં તક આપવામાં આવી છે.
શ્રીલંકા સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા(કેપ્ટન),લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હુડ્ડા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, બસિલ થમ્પી, જયદેવ ઉનડકટ.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સહા, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ.