ફ્લાયદુબઈની ઘટના બાદ પાકિસ્તાની પાઇલટ્સ પર એક્શન, ફ્રાન્સે ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ ઉડાડવા પર લગાવી રોક

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
2 Min Read

સુરક્ષાને લઈને એર ફ્રાન્સનું કડક પગલું, ઇઝરાયલ રૂટ પર પાકિસ્તાની ક્રૂની ડ્યુટી રદ

એર ફ્રાન્સે પાકિસ્તાની પાઇલટ્સ અને કેબિન ક્રૂને ઇઝરાયલ જતી ફ્લાઇટ્સમાં કામ કરવા પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોના અભાવના કારણે લેવામાં આવ્યો છે. એર ફ્રાન્સ એરલાઇને પાકિસ્તાનના પાઇલટ્સ અને કેબિન ક્રૂ (ફ્લાઇટ સ્ટાફ) ને ઇઝરાયલ આવતી-જતી ફ્લાઇટ્સ ઉડાડવા કે તેમાં કામ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. એર ફ્રાન્સ તે નિયમોનું કડકાઈથી પાલન કરી રહી છે, જેના હેઠળ જે દેશોના આપસમાં રાજકીય કે કૂટનીતિ સંબંધો નથી જેમ કે પાકિસ્તાન અને ઇઝરાયલ, તેમના નાગરિકોને તે રૂટ પર ડ્યુટી આપવામાં આવશે નહીં.

Flydubai

- Advertisement -

ઓમાન સાથે ઇઝરાયલના કોઈ રાજકીય સંબંધો નથી

આ કડકાઈ પાછળનું કારણ 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ઘટનાને માનવામાં આવી રહી છે. ફ્લાઇટમાં ઓમાનના કો-પાઈલટે કોકપીટમાં કરેલા હમલા બાદ આ સાવચેતી રાખવામાં આવી રહી છે. આક્ષેપ છે કે કો-પાઈલટે ફ્લાઈટ પર નિયંત્રણ મેળવવાની કોશિશમાં ભારતીય કેપ્ટન પર હુમલો કર્યો હતો.

ઓમાન પણ તે દેશોની યાદીમાં સામેલ છે, જેના ઇઝરાયલ દેશ સાથે કોઈ સત્તાવાર કે રાજકીય સંબંધો નથી. ફ્રાન્સના ખોજી મીડિયા સંસ્થાન ‘મીડિયાપાર્ટ’ અને એવિએશન ઇન્ટેલિજન્સ કંપની ‘ch-aviation’ એ 13 ઓક્ટોબર 2026 ના રોજ પોતાના અહેવાલોમાં આ માહિતી આપી છે. આ અહેવાલો અનુસાર, એર ફ્રાન્સ અને યુનાઇટેડ એરલાઇન્સે પોતાના તમામ પાઇલટ્સ અને કેબિન ક્રૂને આ રૂટ પર લાગુ કરાયેલા નવા સુરક્ષા પ્રતિબંધો વિશે પૂરેપૂરી માહિતી આપી દીધી છે.

- Advertisement -

Flydubai

‘તમામ સુરક્ષા શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે’

એર ફ્રાન્સએ સ્પષ્ટ કર્યું છે કે તે ઇઝરાયલ દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ સુરક્ષા શરતોનું પાલન કરી રહ્યું છે. વળી, યુનાઇટેડ એરલાઇન્સે પણ આ કડક નિયમોને પોતાના સ્ટાફની ક્રૂ-પ્લાનિંગમાં સામેલ કરી લીધા છે.

પાઇલટની રાષ્ટ્રીયતાના કારણે ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ પરત ફરવી પડી

આ કડક નિયમોના અમલની અસર મંગળવારે ત્યારે જોવા મળી, જ્યારે ઇઝરાયલી અધિકારીઓએ ઇથોપિયન એરલાઇન્સની એક ફ્લાઇટને પાછા ફરવાનો આદેશ આપ્યો, કારણ કે તેમાં એક ઇન્ડોનેશિયન પાઇલટ હાજર હતો. ‘ધ જેરુસલેમ પોસ્ટ’ મુજબ, જ્યારે આ આદેશ જારી કરવામાં આવ્યો, ત્યારે વિમાનને ઉડાન ભરે લગભગ એક કલાક થઈ ચૂક્યો હતો અને તે હજુ પણ ઇથોપિયાના હવાઈ ક્ષેત્રમાં જ હતો.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.