વલસાડ જિલ્લામાં 334 ગ્રામપંચયાતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે અહીં ભારે રસાકસી નો માહોલ જોવા મળી રહ્યો છે, સરપંચની બેઠકો માટે કુલ 1310 અને વોર્ડ સભ્યોની બેઠકો માટે કુલ 6530 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે.
વલસાડ જિલ્લાના 6 તાલુકામાં સરપંચ પદની 327 બેઠક માટે કુલ 1310 ઉમેદવારો અને 334 ગ્રામપંચાયતના 3001 જેટલા વોર્ડ સભ્યો માટે કુલ 6530 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે.આમ પંચાયતોની સરપંચ અને વોર્ડ સભ્યો એ મોટી સંખ્યા માં ફોર્મ ભરતા રસાકસી નો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લાના 6 તાલુકા પૈકી સૌથી વધુ ઉમેદાવારી પત્રો વલસાડ તાલુકામાં નોંધાયા છે.જ્યાં સરપંચપદ માટે 309 અને વોર્ડસભ્ય માટે સૌથી વધુ 1541 ફોર્મ ભરાયા છે. સરપંચના હોદ્દા માટે સૌથી વધુ કપરડામાં 342 ઉમેદવાર છે જ્યારે સભ્ય માટે 1355 ઉમેદવાર આગળ આવ્યા છે.ઉમરગામમાં સરપંચના 144 અને સભ્યના હોદ્દા માટે 1062 ઉમેદવારે ફોર્મ ભરતા વલસાડ માં ભારે ઉત્સુકતા અને રસાકસી જોવા મળી રહી છે.
