રોજનો 2GB ડેટા અને Gemini Pro ફ્રી! જાણો જિઓના આ નવા શાનદાર રિચાર્જ પ્લાન વિશે
જો તમે એવો કોઈ પ્રીપેડ પ્લાન શોધી રહ્યા છો જે ૨૮ કે ૩૦ દિવસમાં પૂરો ન થઈ જાય અને જેમાં ડેટા, કૉલિંગની સાથે-સાથે ભરપૂર OTT અને AI બેનિફિટ્સ પણ મળે, તો રિલાયન્સ જિઓ તમારા માટે એક શાનદાર પ્લાન લઈને આવ્યું છે. જિઓ તેના કરોડો યુઝર્સને ₹૪૫૦નો એક કિફાયતી રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે, જે ૩૬ દિવસની વેલિડિટી અને અનેક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે આવે છે.
ચાલો જાણીએ જિઓના આ ₹૪૫૦ વાળા રિચાર્જ પ્લાનની પૂરી વિગતો.

₹૪૫૦ વાળા પ્લાનમાં શું-શું મળશે?
૧. વેલિડિટી અને ડેટા
સામાન્ય રીતે મોટાભાગના પ્રીપેડ પ્લાન્સમાં ૨૮ કે ૩૦ દિવસની વેલિડિટી મળે છે, પરંતુ આ પ્લાનમાં તમને પૂરા ૩૬ દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.
ડેઇલી ડેટા: રોજનો 2GB હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળશે.
ટોટલ ડેટા: આખી વેલિડિટી દરમિયાન કુલ 72GB ડેટા વાપરવા મળશે.
સ્પીડ: રોજનો 2GB ડેટા પૂરો થયા પછી પણ ઇન્ટરનેટ બંધ નહીં થાય, પરંતુ સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે.
5G યુઝર્સ માટે: જો તમે 5G કવરેજ વિસ્તારમાં હોવ અને પાત્ર વપરાશકર્તા હોવ, તો તમને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે.
૨. કૉલિંગ અને SMS
કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ વૉઇસ કૉલિંગની મજા લો.
મેસેજિંગ માટે દરરોજ ૧૦૦ મફત SMS મોકલવાની સુવિધા આપવામાં આવી રહી છે.
મનોરંજન અને ક્લાઉડ સ્ટોરેજ (JioHotstar & JioAICloud)
આ પ્લાન ફક્ત કૉલિંગ અને ડેટા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં એન્ટરટેઇનમેન્ટનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે:
JioHotstar: પ્લાનની સાથે JioHotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે, જેનાથી તમે તમારી મનપસંદ મૂવીઝ અને સ્પોર્ટ્સ લાઈવ જોઈ શકો છો.
JioTV: લાઈવ ટીવી સીરિયલ્સ જોવા માટે JioTVનું એક્સેસ પણ સામેલ છે.
JioAICloud (50GB ફ્રી સ્ટોરેજ): તમારા ફોટા, વીડિયો અને જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત ઓનલાઈન સેવ રાખવા માટે JioAICloud પર 50GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે.
AI અને ક્રિએટર બેનિફિટ્સ: Google Gemini Pro અને Canva FREE!
આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે વપરાશકર્તાઓનેને તેમાં શાનદાર AI અને ડિઝાઇનિંગ એપ્સના પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યા છે:
Google Gemini Pro (૧૮ મહિના ફ્રી): આ પ્લાન સાથે યુઝર્સને Google Gemini Proનું ૧૮ મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે (જેની કિંમત આશરે ₹૩૫,૧૦૦ જણાવવામાં આવી છે). જેમાં 5,000GB ક્લાઉડ સ્ટોરેજ અને એડવાન્સ AI ફીચર્સ સામેલ છે.
Canva Pro Lite (૧૨ મહિના ફ્રી): ગ્રાફિક્સ, થંબનેલ કે પોસ્ટર ડિઝાઇન કરનારાઓ માટે ૧૨ મહિનાનું Canva Pro Lite સબસ્ક્રિપ્શન (કિંમત ₹૧,૫૯૦) પણ આપવામાં આવી રહ્યું છે.
જો તમે લાંબી વેલિડિટી, રોજનો ભરપૂર ડેટા અને પ્રીમિયમ એપ્સના મફત સબસ્ક્રિપ્શનનો લાભ લેવા માંગતા હો, તો જિઓનો ₹૪૫૦ વાળો આ પ્લાન તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

