સુરતના પાંડેસરામાં 10 વર્ષના બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં સુરતની કોર્ટે આરોપી દિનેશને ફાંસીની સજા ફટકારી છે.
ગત 10 ડિસેમ્બરના રોજ એડિશનલ સેશન્સ જજ એ.એન.અંજારિયાએ આરોપી દિનેશને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે આ કેસમાં સજા સંભળાવતાં દોષીને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે સુરતમાં દસ જ દિવસમાં બાળકી પર રેપ વિથ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની આ બીજી ઘટના છે. તે કેસમાં માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
આરોપી ના મોબાઈલ માંથી પોર્ન વિડીયો મળી આવ્યો હતો અને તેણે પાશવી બળાત્કાર ગુજારતા બાળકીના નખ પણ નીકળી ગયા હતા અને શરીર પરથી 49-49 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. કોર્ટે એ નોંધ્યું હતું કે, આરોપીએ બેરહેમીપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરી છે. જેથી તેને દેહાંતદંડની સજા ફટકારવામાં આવે.
સુરતની કોર્ટે 10 દિવસમાં જ બીજા આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જેનાથી દુષ્કર્મીઓમાં એક આકરો સંદેશો જશે અને ધાક ઉભી થતાઆવા બનાવો બનતા જરૂર અટકી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તાર માં 10 વર્ષની બાળકી ગત 7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. તે સમયે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ બાળકી ને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીના જમણા હાથની આંગળી પર બચકું ભરી લેતા ઉશ્કેરાયેલાઆરોપીએ બાળકીને માથા પર ઈંટના ઉપરાછાપરી સાત ઘા મારી હત્યા કરી દીધી હતી.
જે કેસ માં આરોપી ને ફાંસી ની સજા ફટકારવામાં આવી છે.
5
/ 100
SEO સ્કોર