8
/ 100
SEO સ્કોર
રાજ્ય માં ચાલી રહેલી ગ્રામ પંચાયત ની ચુંટણીઓ દરમ્યાન નવસારી ના વંકાલ ગામ માં આચાર સંહિતા ની ફરિયાદ મળ્યા બાદ આવો જ બીજો બનાવ વલસાડના ભદેલી જગાલાલા ગામમાં બન્યો છે અને અહીં પણ આચાર સહિતાના ભંગની ફરિયાદ મળતા અત્યાર સુધી માં આવી બીજી ફરિયાદ સામે આવી છે.
વિગતો મુજબ વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ઉમેદવારના હરીફ ઉમેદવારની પેનલના સભ્યે ચૂંટણી અધિકારીને આચાર સહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5ના ઉમેદવારનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી હતી. ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરતા ગામમાં ચકચાર મચી જવા પામી છે.