વલસાડ ના ભાગડાવાડા માં આખે આખું ‘ગેરકાયદે’ રોહાઉસ ઉભું કરવાનો ‘ખેલ’ ચાલુ છે પણ તંત્ર હજુ બેખબર હોવાની વાત ચર્ચાસ્પદ બની છે.વલસાડ ના ભાગડાવાડા સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં 27 બંગલા નું ગેરકાયદે રોહાઉસ ઉભું કરવા બિલ્ડર ના હવાતિયાં મારી રહ્યો છે ત્યારે જો વલસાડ નાતંત્ર વાહકો અજાણ હોય તો સંબંધિત વિભાગ તપાસ કરાવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે.
ભાગડાવાડા માં ખાસ કરીને મુસ્લિમો માટે વિવિધ સ્કીમ માં ડેવલપર્સ ખૂબ કમાયા છે ત્યારે આ પ્રોજેક્ટ માં પણ પૈસા બનાવવા ગેરકાયદે રસ્તો અપનાવ્યો છે અને રહેણાંક સોસાયટી નો પ્લોટ લઈ તેમાં થી રસ્તો કાઢવાની મથામણ ચાલી રહી હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
વલસાડ માં અને તેની આસપાસ ગેરકાયદે બાંધકામો ની ભરમાર એ નવી વાત નથી અહીં તંત્રવાહકો ની મીઠી નજર હેઠળ આવા અનેક બાંધકામો થયા ના કિસ્સા અખબાર ના પાને ચમકી ચુક્યા છે પણ આજે આપને બતાવવા જઇ રહયા છે એક આખેઆખું ગેરકાયદેસર 27 બંગલા નું રોહાઉસ કે જેનું બાંધકામ ગેરકાયદે રીતે કરવા કારસો ઘડાયો છે અને તે મામલે હજુ સુધી કોઈ ને ખબર પણ ન પડી તે વાત ખુબજ ચોંકાવનારી બાબત છે અને નવાઈ ની વાત એ છે કે આવડો મોટો ખેલ ચાલુ થઈ ગયો છે અને જો જવાબદાર તંત્રવાહકો ઉંઘતા રહ્યા તો અહીં વધુ એક ગેરકાયદે બાંધકામ ઉભું થઈ જશે.આ વાત છે, વલસાડ ના ભાગડાવાડા ની કે જ્યાં આ ખેલ પાર પાડવા મથામણ ચાલી રહી છે.
વલસાડ ના ભાગડાવાડા માં સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં ગેરકાયદે 27 બંગલા નું રોહાઉસ નું બાંધકામ થાય તે પહેલાં જ વિવાદ માં આવી ગયું છે, ભાગડાવાડા ગ્રામ પંચાયત માં મુસ્લિમો માટે ખૂબ મોટી સંખ્યામાં બાંધકામ ની સ્કીમો વિવિધ ડેવલપર્સ દ્વારા પ્રપોઝ કરી છે અને બધી વેચાઈ પણ ગઇ છે ત્યારે આ આ કમાણી ની વહેતી ગંગા માં ડૂબકી મારવા સર્વે નમ્બર૧૭૨૯ સદરનગર૩ના સર્વે 285 ના પ્લોટ ધારક મકસુદ ટામેટા ના પ્લોટ નમ્બર 18 માંથી પાછળ ના પ્લોટ માં 27 બંગલા, રો હાઉસ બનાવવા નું કાર્ય બિલ્ડરે પ્રપોઝ કર્યું છે.
નવાઈ ની વાત તો એ છે કે આ પ્રોજેક્ટ ને રસ્તો નથી અને રહેણાંક સોસાયટી નો પ્લોટ લઈ તેમાં થી રસ્તો કાઢવાની મથામણ ચાલી રહી છે.
વલસાડ ના ભાગડાવડા માં હાલ 27 બંગલા નું બનવા જઇ રહેલું રોહાઉસ ભારે ચર્ચાનો વિષય બન્યું છે અને આ મામલામાં કોની કોની સંડોવણી છે તે તપાસ નો વિષય છે કારણ કે ગેરકાયદે રીતે કામો કરવામાં લાગતા વળગતા અને સેટિંગ ની ભૂમિકા માં ચોક્ક્સ તત્વો ની મિલીભગત ની શંકાઓ ઉઠી રહી છે. અહીં ગેરકાયદે રીતે ઉભા થનારા રોહાઉસ ના આ પ્રોજેકટ મામલે પણ સંબંધિત વિભાગ તપાસ કરે તે જરૂરી થઈ પડ્યું છે.