વલસાડ તાલુકા ના પારડી સાંઢપોર ગામ ના સરપંચ તરીકે ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ ની 1514 મતો થી ભવ્ય વિજય થતા સમર્થકો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઈ છે.
ભોલાભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા છે અને 1992 થી આ ગામ ઉપર તેમનું વર્ચસ્વ રહેલું છે.
વલસાડ તાલુકા માં પારડી સાંઢપોર
મહત્વ નું ગણાતું ગામ છે અને આ ગામ માં આ વખતે ત્રિપાંખિયો જંગ ખલાયો હતો જેમાં ધર્મેશ ઉર્ફે ભોલા પટેલ ની જીત થતા તેઓના સમર્થકો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરે યોજાયેલી 302 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 79.49 ટકા મતદાન થયુ હતું અને આજે તા.21 મી ડિસેમ્બરે ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી છે. જિલ્લાના 6 તાલુકા મથકોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને એકપછી એક પરિણામો સામે આવી રહયા છે જેમાં પારડી સાંઢપોર માં ધર્મેશ ભાઈ ઉર્ફે ભોલા ભાઈ પટેલ ની ભવ્ય જીત થતા અહીં જશ્ન નો માહોલ જોવા મળી રહ્યો છે.
5
/ 100
SEO સ્કોર