વલસાડ ના ભાગડાવાડા એક એવો વિસ્તાર છે જ્યાં વિકાસ સાથે આબાદી વધતા બાંધકામો ની ભરમાર વધી રહી છે અને અહીં તંત્રવાહકો પણ આંખ આડા કાન કરી જાણે કે બિલ્ડરો ના ખોળા માં બેસી ગયા હોવાનું ચિત્ર ઉપસી ઉપસી રહ્યું છે કેટલીક જગ્યા એ તો સરકારી જમીન ઉપર પણ આલીશાન બંગલા બનાવી બિન્દાસ બનેલા તત્વો હવે મોટા ખેલ કરી કમાવા માટે રીતસર દોડ લગાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે ત્યારે
વલસાડ ના ભાગડાવાડા માં સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં ગેરકાયદે 27 બંગલા નું રોહાઉસ નું બાંધકામ થાય તે પહેલાં જ વિવાદ માં આવી ગયું છે, આ પ્રોજેક્ટ ને રસ્તો નથી અને રહેણાંક સોસાયટી નો પ્લોટ લઈ તેમાં થી રસ્તો કાઢવા માટે પ્રયાસો શરૂ થયા છે જે ખુબજ ગંભીર બાબત છે આ વિસ્તારમાં આવા ગેરકાયદેસર બાંધકામો ની ભરમાર છે.
આ વિસ્તારમાં સરકાર શ્રી હસ્તક ની જમીન પણ છોડવામાં આવી નથી અને તેથી જ હિંમત આવતા હવે મોટા પાયે ગેરકાયદે કામો માટે સક્રિય થયેલા તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે.
સ્થાનીક વહીવટી વિભાગ આ મામલે શુ કાર્યવાહી કરશે તે સ્પષ્ટ નથી પણ ગેરકાયદેસર થતું હોય તો પગલાં ભરવાની જવાબદારી કોણ લેશે તે સવાલ જનતા જનાર્દન તંત્ર ને પૂછી રહી છે જવાબદાર તંત્ર વાહકો આ મામલે તેમની ભૂમિકા સ્પષ્ટ કરે તે જરૂરી બન્યું છે.
