સુરત ની સચિન જી.આઈ.ડી. સી માં પાર્ક કરેલા ટેન્કર માંથી ગેસ ગળતર થતા 6 ના મોત થઈ જવા સાથે 20 થી વધુ ને અસર થતા તેઓ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતની સચિન GIDCમાં રોડ ઉપર પાર્ક કરેલા કેમિકલ ટેન્કર લીકેજ થતા ફેલાયેલા ગેસ ને કારણે ગૂંગળામણ થતા નજીક માં સુઈ રહેલા 23થી વધુ કારીગરો-મજૂરો ગૂંગળાઇ જતા અસરગ્રસ્ત બનતા 6 કામદાર મજૂરો ના મોત થઈ ગયા હતા, આ ઘટના ને કારણે ભારે ચકચાર મચી ગઈ છે.
સુરતના સચિન GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 6 લોકોના મોત અને 20 લોકો ગેસથી અસરગ્રસ્ત બન્યા છે. જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા હોવાની માહિતી જાણવા મળી છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને તમામ અસરગ્રસ્તોને સુરત સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, આ ટેન્કર માં 20,000 લીટર કેમિકલ નો જથ્થો ભરેલો હોવાનું કહેવાય છે અને ગેરકાયદે ઠલવાતું હોવાની વાત સામે આવી રહી છે.
વિગતો મુજબ સચીન GIDCમાં પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો. જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા મોડી રાત્રે બનેલી આ ઘટના ને પગલે ભારે અફરા તફરી મચી ગઇ છે.
આ ઘટના માં છ નિર્દોષ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે.