રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર ની શરૂઆત ને હવે રાજય સરકારે ગંભીરતા થી લીધી છે અને આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજનાર વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની કરેલી જાહેરાત બાદ હવે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર તા.8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો પણ રદ કરવામાં આવ્યો છે. કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ધર્માચાર્ય આશીર્વાદ સંમેલન બાદ અમદાવાદ શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે હવે ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તેવી શક્યતા જોતા હવે ફલાવર શો પણ રદ કરવામાં આવ્યો છે.
આમ ભાજપ ના નેતાઓ ને મોટાપાયે કોરોના સંક્રમણ લાગતા હવે ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહયા છે.
ફલાવર શો રદ કરવા મામલે આરોગ્ય મંત્રી એ જાહેરાત કરી છે.
8
/ 100
SEO સ્કોર