રાજ્ય માં હાલ કોરોના બ્લાસ્ટ થયો છે અને રાત્રી કરફ્યૂ સહીત ના નિયંત્રણ આવી ગયા છે ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોતાના પાલતુ કૂતરા માટે યોજાયેલ બર્થડે પાર્ટીમાં પોલીસે રેડ કરી ત્રણની ધરપકડ કરી છે જેમાં ચિરાગ પટેલ, ઉર્વિશ પટેલ અને દિવ્યેશ મહેરિયા નો સમાવેશ થાય છે.
વિગતો મુજબ સામાન્ય માણસ ને આ મોંઘવારીના સમય માં બે ટાઈમ ઘર ચલાવવાનું ભારે પડી રહ્યું છે ત્યારે અમદાવાદ ના મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં પાલતુ શ્વાનની રૂ. 7 લાખના ખર્ચે બર્થ-ડે પાર્ટી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જોકે,કોરોના ગાઈડલાઈન નો ભંગ કરવા સબબ ભીડ કરવા મામલે
નિકોલ પોલીસે ગુનો નોંધીને આયોજક સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે. આ પાર્ટીમાં ગુજરાતી ગાયિકા કાજલ મહેરીયા ફરી ચર્ચામાં આવી છે. તે તેના પોમેરિયન બીડના કૂતરાના કારણે ફરીથી ચર્ચામાં આવી છે. લોકગાયિકાએ અમદાવાદના નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોતાના પપ્પી એવા એબ્બી નામના ડોગનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. લોકગાયિકાએ રાસગરબાની રમઝટ સાથે ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મમાં જોવા મળેલા ટફી જેવાં પોમેરિયન બ્રીડના એબ્બીના બર્થડે માટે અંદાજે રૂ. 7 લાખનો ખર્ચ કર્યો હોવાનુ જાણવા મળ્યું છે આમ કોરોના ની ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાવી દેખાડો કરવા જતાં તેઓ ભેરવાઇ ગયા હતા.
6
/ 100
SEO સ્કોર