દેશની રાજધાની દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં આજે શુક્રવારે સવારે એક લાવારસ બેગમાં બૉમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ વિરોધી દળ અને અનેક ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં પોલીસને બેગમાંથી IED વિસ્ફોટક બૉમ્બ મળી આવતા પોલીસ ચોંકી ગઈ હતી.
વિગતો મુજબ પૂર્વ દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં એક લાવારસ થેલી પડી હોવા અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતીઅને આસપાસનો વિસ્તાર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી આજે સવારે 10.30 વાગ્યે બોમ્બનો કોલ આવ્યો હતો.
ઘટનાની ગંભીરતા જોઈને NSG ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ JCB મંગાવવામાં આવ્યું. અહીં ઊંડો ખાડો ખોદીને બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલાની તપાસ હવે દિલ્હી પોલીસની વિશેષ ટીમ કરી રહી છે, એવી પણ માહિતી છે. જો કે દિલ્હી પોલીસે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે તપાસ બાદ બેગમાંથી IED વિસ્ફોટક બહાર આવ્યું. મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.