અમદાવાદ માં ભૂ માફિયાઓ એ ‘હાજી રો-હાઉસ’ નું ગેરકાયદે બાંધકામ ઉભું કરી દીધું !! નથી કાયદા નો ડર !
એક તરફ સરકાર અને નેતાઓ તેમના ભાષણો માં કહે છે કે ગરીબ ખેડૂતો ની જમીનો ગેરકાયદે પડાવી લેનારા તત્વો ને છોડવામાં નહી આવે અને આવા માથાભારે તત્વો ને કાબુ માં લેવા માટે ગ્રેન્ડ લેબિંગ નો કાયદો પણ આવી ગયો છે પરંતુ તે કાયદા થી કેટલા ને લાભ મળ્યો તે અમદાવાદ ના આ ઉદાહરણ ઉપર થી સમજી શકાય છે
કારણ કે એક ગરીબ ખેડૂત ની કરોડો રૂપિયા ની જમીન પચાવી પાડી ભૂ માફિયાઓ એ હાજી રોહાઉસ ઉભું કરી તંત્ર ને સીધો પડકાર ફેંક્યો હોવાછતાં તંત્ર આ ભૂ માફિયાઓ સામે પગલાં ભરવામાં નિષ્ફળ નીવડ્યું છે એટલું જ નહીં તમામ દસ્તાવેજ ખેડૂત ના ફેવર માં બોલતા હોવાછતાં જવાબદાર તંત્ર વાહકો આ બાંધકામ નહિ તોડવા માટે મજબુર બની ગયા છે એટલું જ નહીં પણ જે માથાભારે લોકો એ કબ્જો જમાવ્યો છે તે જમીન પણ ખેડૂત ને પરત મળતી નથી જે બતાવે છે કે ગ્રેન્ડ લેબિંગ કાયદો અમલ માં હોવાછતાં પણ ખેડૂત લાચાર છે.
અમદાવાદ ના વેજલપુર બળિયા દેવ મંદિર પાસે રહેતા શકુજી ઠાકોર ની વેજલપુર માં બ્લોક સર્વે નંબર 2/2 પૈકી ની કરોડો ની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ નો મામલો ભારે વિવાદી બન્યો છે.
બીજી તરફ જમીન ઉપર વેચાણ અંગેના કોઈ પાવર નહિ હોવાછતાં તે જમીન તેઓની જાણ બહાર અન્યો ને વેચી મારવામાં આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.
આ પ્રકરણમાં ખેડૂત શકુજી ઠાકોરે વેજલપુર પોલીસ મથક માં મુસ્તાક લાલમિયાં શેખ અને ઉષ્માનગની મારુ સામે ફરિયાદ પણ નોંધાવી છે.
ખેડૂત શકુજી ઠાકોરે સત્યડે ને જણાવ્યું હતું કે પોતે માલીક હોવા છતાં ભૂ માફિયાઓ એ ગેરકાયદે પ્લોટ પાડેલ છે. હાલમાં સદરહું જમીનની અંદર જે ખુલ્લા પ્લોટો આવેલ છે તે તમામ પોતાની માલીકીના છે અને સદરહું જમીન ખેતીની જમીન આવેલી છે. રેવન્યુ રેકર્ડમાં પણ માલીક તરીકે પોતાનું નામ ચાલે છે. ફુખરાજબાનું ઉસ્માનભાઈ મારૂને પોતે કોઇપણ જાત ના કરાર કરીને આપેલ નથી તેમ છતાં ફુખરાજબાનું
ઉસ્માનભાઈ મારૂ તથા ઉસ્માનભાઈ મારૂ દ્વારા અરજદાર ખેડૂત ની જમીનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી એટલે કે ટ્રેસપાસ કરી ખેતીની જમીનમાં બંગ્લા નં.૭૯ કે જેનો મ્યુનિસિપલ ટેનામેન્ટ નં.૦૭૩૦૮-૨૩૯૨00૧-યુ છે. તે ગેરકાયદેસર રીતે ૭૭૦ થી ૮૦૦ વારમાં અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની રજ કે પરવાનગી સિવાય ગ્રાઉન્ડ ફલોર તથા ફર્ટ ફલોરનું બાંધકામ કર્યું છે વધુમાં, આ બાંધકામ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
કોઈપણ જાતના કોઈ પ્લાન પાસ કરાવેલ નથી કે બાંધકામ કરવા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રજાચીઠ્ઠી મેળવેલ નથી ત્યારે તંત્ર દ્વારા વેજલપુર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવી રહયા છે ત્યારે પોતાની જમીન ઉપર બંધાઈ ગયેલા ગેરકાયદે બાંધકામ કેમ દૂર થતું નથી ? તે અંગે સવાલો ઉઠાવ્યા છે.
ત્યારે આ પ્રકરણમાં જવાબદાર તંત્રવાહકો હવે કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું !