સુરતના ડીંડોલીમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશ માં આવી છે અને આ ઘટના માં એક જ પરિવારના પાંચ વ્યક્તિ દાઝી ગયા હોવાના અહેવાલ છે, જે તમામને 108 મારફતે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
સિલિન્ડર બ્લાસ્ટ થતા બે કિશોર, એક યુવક, એક વૃદ્ધ, અને મહિલા સહિત પાંચ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને લોકો ના ટોળા એકત્ર થઈ ગયા હતા જેઓએ 108ને ફોન કરતા દોડી આવેલી ટીમેં દાઝી ગયેલા તમામ ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
સુરત ના ડીંડોલી વિસ્તારના આરડીનગર નવાગામ માં રહેતા આ પરિવારના મકાનમાં સીલીન્ડર ગતરોજ થી લીકેજ હતું જેને બહાર લઈ જવાયા બાદ ફરી રૂમ માં લાવી સગડી પેટાવવા જતા જ બ્લાસ્ટ થયો હતો અને લાગેલી આગ ને લઈ બધા દાઝી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે, બાજુની રૂમને પણ ઝપટમાં લીધી હતી. આસપાસના લોકો માં ભારે દોડધામ મચી જવા પામી હતી. દાઝી ગયેલાઓ માં
(1) રાહુલ દોમન પ્રસાદ રામ ઉ.વ. 17 આરડીનગર નવાગામ ડીંડોલી
(2) છોટેલાલ રામકિશોર રામ 39 આરડીનગર નવાગામ ડીંડોલી
(3) કંચન કવિતા સિંગ 70 રહે આરડીનગર નવાગામ ડીંડોલી
(4) પવનકુમાર છોટેલાલ 13 આરડીનગર નવાગામ ડીંડોલી
(5) શ્રવણ કુમાર છોટેલાલ 10 આરડીનગર નવાગામ ડીંડોલી નો સમાવેશ થાય છે.