
મોહાલી : ભારત-શ્રીલંકા વન ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ પર 1-1ની સરખામણી કરી લીધી છે. ધર્મશાળામાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં શ્રીલંકા સામે હારનો સામનો કરેલ ભારતીય ટીમે આજે મહેમાન ટીમને હારનો સ્વાદ ચખાડ્યો છે.
ભારતીય વન ડે ક્રિકેટ ટીમનાં કેપ્ટન રોહિત શર્માની તાબડતોડ બેવડી સદીનાં કારણે ભારતીય ટીમે બીજી વન ડે મેચમાં શ્રીલંકાની ટીમને 393 રનનો મસમોટો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા મહેમાન ટીમ માત્ર 251 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે. શ્રીલંકન ટીમ 50 ઓવરમાં માત્ર 241 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં રોહિત શર્માએ પોતાના કરિયરમાં ત્રીજી વખત બેવડી સદી બનાવવાનું કારનામું કરી દેખાડ્યુ હતું. મેચમાં રોહિત અને શ્રેયસ ઐયરની ધમાકેદાર બેટિંગે શ્રીલંકન બોલર્સને વિકેટ લેવા માટે તરસાવી દીધા હતાં. આ પહેલા શિખર ધવન શાનદાર 68 રન બનાવ્યા હતાં. જેના પછી પોતાના કરિયરની બીજી મેચ રમી રહેલ ઐયરે પણ 88 રનનું શાનદાર યોગદાન આપ્યુ હતું.
રોહિત શર્માએ 153 બોલમાં 208 ફટકારી નોટ આઉટ રહ્યો. જ્યારે હાર્દિક પંડ્યા 5 બોલમાં 8 રન કરી આઉટ થયો. શિખર ધવન 68 રને સચિથની ઓવરમાં લાહિરૂ થિરિમાનને કેચ આપતા આઉટ થયો. શ્રેયસ ઐયર 70 બોલમાં 88 રન કરી આઉટ. મહેન્દ્ર સિંહ ધોની 5 બોલમાં 7 રન કરી આઉટ થયો હતો. શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપ સૌથી વધારે રન લૂંટાવનાર બોલર બન્યો, જેણે 10 ઓવરમાં 108 રન આપ્યા અને તે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો નહી.

બાદમાં મહેમાન ટીમના ખેલાડીઓ ભારતના 393 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યજમાન શ્રીલંકાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. માત્ર 15 રનના સ્કોર પર લંકાની પહેલી વિકેટ પડી ગઈ હતી. ઓપરન ઉપુલ થરંગા 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ થરંગાની વિકેટ ઝડપી હતી.
બીજી વિકેટ ઓપનર દાનુષ્કા ગુનાથિલકાના રૂપમાં ગઈ હતી. દાનુષ્કા 16 રને જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ભારતના નવોદિત બોલર સુંદર વોશિંગ્ટને લાહિરૂ થિરિમાનેને આઉટ કર્યો હતો. બાદમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષની સ્થિતિમાં આવી ગઇ હતી. અસેલા ગુણારત્ને 34 રને ચહલની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો ત્યારબાદ થિસારા પરેરા 5 રને ચહલની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો.