હાલ માં ઘણા વાસના લોલૂપ તત્વો ને ટ્યુશન નો ધંધો ફાવી ગયો છે કારણ કે એક તો ફી મળે અને ઉપર થી ટ્યુશન કલાસ માં આવતી છોકરીઓ ને ફસાવી તેનું શારિરીક શોષણ કરતા રહે છે આવા અનેક કિસ્સા છતાં કડક કાયદા ના અભાવે આવા લંપટો અનેક છોકરીઓ ને બરબાદ કરી રહયા છે.
અમદાવાદ માં ટ્યુશન ના આધેડ શિક્ષકે એક માસૂમ વિદ્યાર્થીની ને ફસાવી તેની ઉપર ત્રણ વર્ષ સુધી રેપ કરતો રહ્યો અને વિદ્યાર્થીની ને કહ્યું કે લગ્ન પછી પણ તારે મને ખુશ કરવો પડશે આ વાત થી ડિપ્રેશન માં આવી ગયેલી વિદ્યાર્થીની ના ઘરે ખબર પડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આરોપી શિક્ષક ને પોલીસે જેલભેગો કર્યો હતો.
શિક્ષકનુ નામ છે મયંક દીક્ષિત છે. જે એલન ઇન્સ્ટિટયૂટમાં મોટિવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હોય અહીં વિદ્યાર્થીનીઓ ઉપર ખરાબ નજર રાખતો હતો દરમ્યાન એક વિદ્યાર્થીની પાછળ પડ્યો હતો અને તેને વાતોમાં ભેળવીને તેની સાથે એકવાર શારીરિક સંબંધો બાંધવામાં સફળ રહેતા બાદ માં બ્લેક મેઈલ કરી આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી વિદ્યાર્થીનીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીનીના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હેવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેલ કરતો હતો. જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી. આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વાલીને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વિદ્યાર્થીની જ્યારે કોઈ સવાલનો જવાબ મેળવવા માટે હેવાન શિક્ષક પાસે જતી, ત્યારે તે વિદ્યાર્થીનીને કહેતો કે, તું ખૂબ સુંદર લાગે છે, મને ખુબ ગમે છે. લંપટ શિક્ષક ભ્રામક વાતો કરીને વિદ્યાર્થીનીને ભોળવતો હતો. આરોપી મયંકની ઉંમર 42 વર્ષ છે જ્યારે ભોગ બનનારી વિદ્યાર્થીની તેની દીકરીની ઉંમરની છે. તેમ છતાં પણ હેવાન શિક્ષકે તેના ઘરે પર્સનલ ટ્યુશનના બહાને વિદ્યાર્થીનીને બોલાવીને 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એ દરમ્યાન જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ આ આરોપી BYJU’S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.