પોહા પરાઠા બનાવવા માટેની સામગ્રી
પોહા, બાફેલા લીલા વટાણા, બાફેલા બટાકા. બારીક સમારેલી ડુંગળી, લીલું મરચું, મીઠું, કસૂરી મેથી, જીરું પાવડર, ચાટ મસાલો, લોટ
પોહા પરાઠા બનાવવા માટેની સામગ્રી
સ્ટેપ 1- પરાઠા બનાવવા માટે પહેલા બટાકા અને વટાણાને બાફી લો.
સ્ટેપ 2- પોહાને ધોઈને બે મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
સ્ટેપ 3- હવે પોહાને પાણીમાંથી અલગ કરીને મેશ કરો.
સ્ટેપ 4- પોહામાં બાફેલા બટેટા, વટાણા, લોટ મિક્સ કરો.
સ્ટેપ 5- આ મિશ્રણમાં મીઠું, લીલું મરચું, કસૂરી મેથી, ધાણાજીરું, જીરું પાવડર, ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
સ્ટેપ 6- હવે આ મિશ્રણમાંથી નરમ લોટ બાંધો.
સ્ટેપ 7- જો મિશ્રણ પાતળું લાગતું હોય તો તેમાં થોડો ઘઉંનો લોટ નાખીને બરાબર મસળી લો.
સ્ટેપ 8- કણકના નાના-નાના બોલ બનાવો અને તેને રોટલીની જેમ રોલ કરો.
સ્ટેપ 9- નોન-સ્ટીક તવા અથવા તવાને ગેસ પર ગરમ કરો. પોહા રોટલીને ધીમી આંચ પર શેકી લો.
સ્ટેપ 10- બંને બાજુ તેલ લગાવો અને તેને ઉંધુ કરીને પકાવો.
તૈયાર છે પોહા પરાઠા. ચટણી, દહીં સાથે સર્વ કરો.