પલક પનીર ભુર્જી
તમે પાલક પનીર ગ્રેવીનું શાક તો ખાધુ જ હશે પરંતુ તમે 10 મિનિટમાં ઘરે જ પાલક પનીર ભુર્જી બનાવી શકો છો. જાણો પાલક પનીર ભુરજી બનાવવાની રેસિપી
પાલક પનીર ભુર્જી માટેની સામગ્રી
પાલક, પનીર, ટામેટા, લીલા મરચાં, આદુ, જીરું, હિંગ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, લીલા ધાણા, મીઠું અને તેલ.
પાલક પનીર ભુરજી રેસીપી
પાલકને સારી રીતે ધોઈને બારીક સમારી લો. ટામેટાંને મોટા ટુકડાઓમાં કાપો. આદુને છોલીને ધોઈ લો, લીલા મરચાને પણ સમારી લો.
સ્ટેપ 2- પાલક સિવાયની તમામ શાકભાજીને મિક્સરમાં પીસી લો.
સ્ટેપ 3- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ અને જીરું ઉમેરો. તેમાં હળદર પાવડર નાખીને તળી લો.
સ્ટેપ 4- વેજીટેબલ પેસ્ટને પેનમાં નાખો અને મસાલા અલગ ન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
સ્ટેપ 5- હવે તેમાં બારીક સમારેલી પાલક અને મીઠું ઉમેરો અને મિક્સ કરો. જ્યારે પાલકમાંથી નીકળતું પાણી સૂકવા લાગે ત્યારે તેને ઢાંકીને મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી રાંધી લો.
સ્ટેપ 6- ઉપર પનીરના ટુકડા અને ગરમ મસાલો ઉમેરો. લીલા ધાણાથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી પાલક પનીર ભુરજી.