સુરત માં માથાભારે ની છાપ ધરાવતો સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી હજુતો માંડ નાગપુરથી ઝડપાયો અને વખત ફરીથી લાજપોર જેલના ગેટ પર જ PSI સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરીને પોતાના સાગરિતના બાઈક પર બેસીને બિન્દાસ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે.
સુરતના કુખ્યાત આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી જામીન ઉપર છૂટ્યા બાદ એક વખત ફરીથી લોકોને ધમકી આપીને હપ્તા વસૂલીનું કામ શરૂ કરી દેતા રાંદેર અને અઠવા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ થતા તે ભાગી ગયો હતો જેને ગત રવિવારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે નાગપુરથી ઝડપી લીધો હતો, જ્યાંથી રાંદેર પોલીસે ટ્રાન્સફર વોરન્ટની મદદથી સજ્જૂ કોઠારીનો કબજો મેળવ્યો હતો અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં તેને ફરીથી જામીન મળ્યા હતા. જેને પગલે PSI દેસાઈ સહિતનો સ્ટાફ તેને લાજપોર જેલ લઈ ગયા હતા. જ્યાં જામીન પર મુક્ત થયા પહેલા કલમ 151 અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવાની બાકી હતી જે પૂર્ણ કરવા
સજ્જૂએ અંદર જવાનો ઈનકાર કર્યો અને ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. આ દરમિયાન સજ્જૂનો ભાઈ આરિફ અને તેનો સાગરિત યોગેશ ટંડેલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમની મદદથી સજ્જૂ પોલીસ કર્મચારીઓને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.
હાલ આ મામલે પોલીસ દ્વારા સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી, આરિફ કોઠારી અને યોગેશ ટંડેલ સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
મંગળવાર, મે 20
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી