સત્યડે મીડિયા હાઉસ ની પત્રકારો ની ટીમ દ્વારા દારૂ -જુગાર ના અડ્ડાઓ નું લાઈવ અને સ્ટિંગ ચાલુ કરાતા જ હવે રાજ્ય માં ઠેરઠેર હપ્તા લઈ ને દારૂ ની ભઠ્ઠીઓ અને દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવતા સેંકડો લોકો એ સોશિયલ મીડિયા ઉપર સત્યડે ના આ અભિયાન ને સમર્થન કરતા તંત્ર ચોંકી ઉઠ્યું છે અને વિજિલન્સ ને એક્શન લેવા આદેશ થતા રાજ્ય માં વિજિલન્સ દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા કાર્યવાહી શરૂ થઈ છે, દરમિયાન વડોદરા ના પાણી ગેટ પી.આઈ.ની બદલી પણ થઈ હોવાની વાત સામે આવી છે ત્યારે અમદાવાદ શહેર માં પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ રેડ થઈ તો પી.આઈ.સામે કોઈ એક્શન કે તપાસ નહિ થતા લોકો માં આ સવાલ ચર્ચાસ્પદ બની રહ્યો છે.
વડોદરા માં વિજિલન્સનાં દરોડા બાદ પોલીસ કમિશ્નરની કાર્યવાહી માં
P I કે.પી.પરમારને પોલીસ કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં મુકાયા હોવાની વાત સામે આવી છે અને નવાપુરા પીઆઇ મકવાણાને પાણીગેટનો ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળ્યું છે.
સ્ટેટ વિજિલન્સે પાણીગેટ પોલીસ મથકની હદમાં છાપો મારી
વર્લી મટકા નો અડ્ડો ઝડપી લઈ વિજિલન્સે નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હજુસુધી પીઆઇ સામે કોઈ એક્શન લેવાયા નથી, મેઘાણીનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂ કટિંગ થતું હતું જેને વિજિલન્સ ઝડપી લીધું હતું અહીં પણ પીઆઈ આ મામલે શુ જવાબ આપશે.
આજ ઝોનમાં સૌથી વધુ વિજિલન્સની રેડ થઈ પણ અમદાવાદમાં ચાલતી પોલીસની ટેન્ડરિંગ પ્રક્રિયા વધુ વજનદાર સાબિત થઈ હોવાનું જણાય રહ્યું છે ક્યાંય કોઈ કાર્યવાહી થઈ નહીં
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક એસ્ટેટમાં દારૂ અને બિયરની બોટલ છૂપાવ્યા હતા. જેની જાણ સ્થાનિક પીઆઈ ને થઇ નહી અને આ પ્રકરણમાં હાલ તો વિજિલન્સની ટીમે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરતા વટાણા વેરાઈ ગયા છે અને આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પી આઈ ને ખબર ન પડી તે પણ એક આશ્ચર્ય છે.આમ વડોદરા માં વિજિલન્સ ની રેડ બાદ એક્શન લેવાનું શરૂ થયું છે ત્યારે અમદાવાદ કમિશનર દ્વારા પણ ભવિષ્યમાં તપાસ અને પગલાં ભરાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
શુક્રવાર, જુલાઇ 11
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર