નારિયેળ પાણી:
વાયરલ ફીવર દરમિયાન ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ રહે છે અને તેના કારણે શરીરમાં નબળાઈ આવે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે નારિયેળ પાણીનું સેવન કરી શકાય છે.
ડ્રાય ફ્રુટ્સઃ
શરીરની નબળાઈને દૂર કરવા માટે ડ્રાય ફ્રૂટ્સની મદદ લઈ શકાય છે. વાસ્તવમાં તેમાં રહેલા પોષક તત્વો શરીરને શક્તિ આપે છે. તમે બદામ, પિસ્તા જેવા ડ્રાય ફ્રુટ્સને ડાયટમાં સામેલ કરી શકો છો.
કેળાઃ
શરીરની નબળાઈ દૂર કરવા માટે તમે દરરોજ બે કેળાનું સેવન કરી શકો છો. કેળામાં પોટેશિયમ, વિટામિન B6, મેગ્નેશિયમ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે.
લીલા શાકભાજીઃ
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતા લીલા શાકભાજી શરીરની નબળાઈને દૂર કરવામાં પણ કારગર છે. તેમજ શરીરમાં પાણીની ઉણપને તેમાં રહેલ પાણીથી પુરી કરી શકાય છે.
લસણ:
વાયરલ,અને શરદીમાં સ્થિતિ વધુ ખરાબ થાય છે. આ સ્થિતિમાં આવા ખોરાકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જેની અસર ગરમ હોય છે. લસણ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમે ગરમ લસણનો સૂપ પી શકો છો.