સુરત માં ગ્રીષ્મા હત્યા કેસ ના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે અને કાયદો વ્યવસ્થા પડી ભાંગતા તેના વિરોધ માં આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સુરતમાં હત્યાના પગલે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજી ચક્કાજામ નો કાર્યક્રમ અપાયો હતો અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસ ના આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમ્યાન પાર્ટી પ્રભારી રઘુ શર્મા અને રાજ્યના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ જોડાયા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જઈ રહી છે અને સુરતમાં દીકરીની સરેઆમ હત્યા થઈ ગઈ છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીના પરિવાર અને ગુજરાતની માફી માંગવી જોઈએ.
હર્ષ સંઘવીનું રાજીનામું આપી દેવું જોઈએ,અગામી સમયમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. જો હર્ષ સંઘવી રાજીનામું નહીં આપે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.