રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેર માં પાણી પુરી ખાતા નજરે પડ્યા હતા.
રાજ્ય માં મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આખું માળખું બદલાઈ જતા હવે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ નવું માળખું કામે લાગ્યુ છે અને સિનીયરો હમણાં ઓછા દેખાઈ રહયા છે ત્યારે તે પૈકી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાણી પુરી ખાતા નજરે પડ્યા હતા.
અમદાવાદના વસ્ત્રાપૂરમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક ‘રોબોટીક કાફે’ નું ઉદ્દઘાટનપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું ત્યારે કાફેના ઉદ્ઘાટનના બાદ તેઓએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કાફેમાં પાણીપુરી આરોગી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત લોકો એ વિડીયો અને ફોટો લઈ સોશ્યલ મીડિયા માં વાયરલ કરતા ફરી એકવાર લાંબા સમયે નીતિન ભાઈ પટેલ જાહેર માં નજરે પડ્યા હતા.
