હોળી-ધુળેટી પર્વમાં કેટલાક લોકો દારૂ પીને વાહન લઈ બહાર નીકળી પડતા હોય અકસ્માત થવાની શકયતા વધી જતી હોય છે ત્યારે આજથી અમદાવાદમાં દારૂ પી ને વાહન ચલાવતા લોકોને સીધા કરવા અમદાવાદ પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે, શહેરના એન્ટ્રી – એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે જેથી 250 પોઈન્ટ પર પોલીસ જવાનો ગોઠવાઈ ગયા છે અને 597 બ્રેથ એનલાઈઝર સાથે પોલીસ હવે પીધેલાઓને ચૅક કરશે,
નોંધનીય છે કે અગાઉ કોરોનાનું બહાનું બતાવી લોકો બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ નહિ કરવાનું બહાનું બતાવતા હતા. પરિણામે છેલ્લા 2 વર્ષ આ ડ્રાઈવ મોટાભાગે બંધ હતી.
કોરોનાની સ્થિતિ હવે થાળે પડતા પોલીસે ફરી ‘દારૂ પીધેલ પકડ અભિયાન’ શરૂ કર્યું છે.
પોલીસે સ્પેશિયલ વોચ ગોઠવી
પોલીસ કંટ્રોલ રુમમાંથી કાર ડ્રાઈવર્સ પર સ્પેશિયલ વૉચ રાખશે, અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધી દેખાશે તો લોકલ પોલીસને જાણ કરવામાં આવશે.પોલીસ ઈન્સ્પેક્ટર્સ, ટ્રાફિકડ ડિપાર્ટમેન્ટ અને તેમની ટીમ બ્રેથ એનલાઈઝર્સનો ઉપયોગ કરીને વાહન ચાલકની તપાસ કરશે, અને જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
નવા મોટર વ્હીકલ એક્ટના આધારે આવા કેસમાં ગાડી જપ્ત થઈ શકે છે અને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય 6 મહિનાની જેલની સજા અથવા બંને થઈ શકે છે. આજથીઅમદાવાદ પોલીસે ડ્રિંક અને ડ્રાઈવ કેસમાં કાર્યવાહી કરવા સ્પેશિયલ આજથી ડ્રાઈવ શરૂ કરી છે જે આવનારા પાંચ દિવસ ચાલશે.
