મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 કલાક જાગવાના નિવેદનને લઈ શિવસેનાના સંજય રાઉત ભડકી ઉઠ્યા છે તેઓએ મોદીના વખાણ કરનારા લોકોને અંધભક્ત કહ્યા છે અને મોદીજી નું કવરેજ આપનારા મીડિયાને પણ ભાંડ અને અંધભક્તિ જણાવતા ભારે હોબાળો થયો છે.
સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે દિલ્હીથી મુંબઈ સુધી તેમના ચમચાઓની ફોજ હતી. હવે મોદીનો સમય શરૂ થઈ ગયો છે ત્યારે આજ ચમચાઓ નું સ્થાન અંધભક્તોએ લઈ લીધુ છે. દેશની રાજનીતિમાં હાલ બે જૂથ કામ કરી રહ્યા છે જેમાં એક અંધભક્તોની ફૌજ કે જે અંધભક્તોનું પ્રખર જૂથ છે. તો બીજી બાજૂ ચમચાઓનું મહામંડળ છે. આ બંને દેશ માટે ખતરનાક છે. ભાંડ, ભાટ અને ચમચાઓ રાજ્યોમાં નિર્ણય લેવા સુધી કામ કરી રહયા છે. રાઉતે કહ્યું કે, ચંદ્રકાંત પાટિલ ઉપર અંધભક્તિ એટલી બધી ચડી છે કે તેઓ નરેન્દ્ર મોદીના વખાણ કરી રહયા છે તેઓ કહે છેકે મોદી પરિશ્રમ કરે છે. તે 22 કલાક કામ કરી રહ્યા છે. અને ખાલી 2 કલાક ઉંઘે છે. હવે આ 2 કલાકની ઉંઘ પણ ન આવે તેના માટે જાણે પ્રયાસ કરી રહ્યા છે. ભક્તોની અંદર આટલી માનસિક શક્તિ ક્યાંથી આવતી હશે.
સંજય રાઉતે દ કશ્મીર ફાઈલ્સ અને રશિયા યુક્રેન યુદ્ધ મામલે કેટલીક ચેનલો ઉપર આવતા કવરેજ અંગે પણ સવાલો ઉભા કરી કહ્યું કે આ અંધભક્તિ છે, તેમણે બંને મુદ્દા પર મોદીને હીરો બનાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમુક ચેનલોએ આજથી 20 દિવસ પહેલા બતાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે કલાકો સાથે વાતો કરી હતી. બંને પાસે શાંતિની અપીલ કરી અને બંને તેમની વાત માની પણ લીધી. હવે સવાલ એ થાય છે કે, બંને નેતાઓએ મોદીની વાત માની લીધી તો, પછી યુદ્ધ હજૂ સુધી કેમ ચાલુ છે.
આમ સંજય રાઉતે મોદીજી અને તેમના સમર્થકો માટે ઘણું બધું બોલ્યા હતા અને અંધભક્તો ની ફોજ સામે નારાજગી વ્યક્ત કરી હતી.