ભાજપને દેશમાંથી કાઢવા તમામ પક્ષોને એકજૂથ થવા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગેવાની લેતા ભારે હોબાળો મચ્યો છે.
મમતાએ ભાજપ સામે બાથ ભીડી છે અને તેના પ્રથમ ચરણમાં મુખ્યમંત્રીઓ અને વિપક્ષના તમામ નેતાઓને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ભાજપ સામે એકજુથ થઈ જંગ લડવા આહવાન કર્યું છે.
મમતાએ ભાજપને ઉખેડી ફેકવા રણનીતી તૈયાર કરવા અંગે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓને એક બેઠક બોલાવવા પણ અપીલ કરી છે.
તેઓ એ આક્ષેપ કર્યો કે કેન્દ્રની મોદી સરકાર ED, CBI અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ એનો ઉપયોગ કરીને રાજકીય બદલો લઈ રહ્યો છે. આપણે ભાજપના આ પગલાનો વિરોધ કરવો જોઈએ. તેમણે એમ કહ્યું છે કે આ તમામ કેન્દ્રીય એજન્સીઓ ભાજપશાસિત રાજ્યોમાં કંઈ કરતી નથી અને ચૂંટણી આવતાંની સાથે તેમને વિપક્ષની સામે કામ કરવા પર લગાવી દેવામાં આવે છે.
આમ ભાજપ સામે તમામ વિપક્ષ એકજુથ થાય તેવા પ્રયાસો કરવા ભાર મુક્યો છે અને લડાઈની શરૂઆત માટે બેઠક બોલાવવા અપીલ કરી છે.