કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ખુબજ મોટી અસર થઈ છે અને તેમાંય ઘરે બેસી રહેલા વિદ્યાર્થીઓ પૂર્ણ શિક્ષણ લઈ શક્યા નથી અને ઓનલાઈન ના અનેક છબરડા વચ્ચે અધકચરુ શિક્ષણ મેળવી શકેલા વિદ્યાર્થીઓને અચાનક બોર્ડની પરીક્ષા આપવાની નોબત આવતા તેઓ મુંઝવણ અનુભવી રહયા છે ત્યારે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 એપ્રિલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.
પરીક્ષા પે ચર્ચાનો આ પાંચમો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યુ હતુ.
પરિક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલ 2022ના રોજ બોર્ડની પરીક્ષા આપી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ વર્ષે વિદ્યાર્થીઓ PM મોદી સાથે રૂબરૂ વાત કરી શકશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આ ઇવેન્ટ એપ્રિલમાં કોવિડ-19 રોગચાળાને કારણે વર્ચ્યુઅલ મોડમાં યોજવામાં આવી હતી. રસ ધરાવતા વિદ્યાર્થીઓ આ વિશે વધુ વિગતો (pariksha pe charcha 2022 registration link) innovateindia.mygov.in પર જોઈ શકે છે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, તેઓ પરીક્ષાના તણાવને કેવી રીતે દૂર કરી શકાય તેના પર તેની આંતરદૃષ્ટિ શેર કરશે. વિદ્યાર્થીઓ વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો