અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના ચાર લોકોની સામુહિક હત્યા થતા ભારે ચકચાર મચી ગઇ છે.
મૃતકમાં બે બાળકો પણ હોવાનું હાલ સામે આવી રહી છે. ઘરના અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને પોલીસ તેમજ કાયદાનો ગુનેગારોમાં કોઈજ ડર રહ્યો નથી ત્યારે રોજબરોજના ગંભીર ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહયા છે.
વિગતો મુજબ ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં તીવ્ર દુર્ગંધ આવતા તપાસ દરમ્યાન મકાન નંબર 30માં મહિલા, તેની વૃદ્ધ માતા, દીકરા અને દીકરીની હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ચારેયને શરીર પર હથિયાર માર્યાના નિશાન હતા. 15 દિવસ અગાઉ જ નિકાલથી આ પરિવાર ઓઢવ રહેવા આવ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં સામુહિક હત્યાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોએ ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. હત્યા બાદ શંકાસ્પદ વિનોદ મરાઠી ભાગી છૂટ્યો છે.
ચાર દિવસ પહેલા થયેલી મનાતી હત્યામાં ચારેયની લાશ અલગ અલગ જગ્યાએ પડી હતી. જેમાં એકની લાશ બાથરૂમમાં, એકની લાશ આગળના રૂમમાંથી અને બેની લાશ પાછળના રૂમમાંથી મળી આવતા સનસનાટી મચી ગઇ છે.
અમદાવાદના વિરાટનગરમાં આવેલ દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં સોનલ મરાઠી તેના પતિ વિનોદ, દિકરા ગણેશ, દિકરી પ્રગતી અને દાદી સાસુ સુભદ્રા મરાઠી સાથે રહેતી હતી. સોનલ છેલ્લા ચાર દિવસથી ફોન ઉપાડી રહી ન હતી. જેથી તેની માતા અંબાબહેનને કંઇક અજુગતુ બન્યું હોવાની શંકા ગઇ હતી. જેથી તેમણે મંગળવારે સાંજે પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગે ફોન કરી જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે મકાનનો દરવાજો બંધ હતો. પરંતુ ત્યાં દુર્ગંધ આવી રહી હતી. જેથી પોલીસે મકાનની અંદર જઇ ચેક કર્યું તો ચાર અલગ અલગ રૂમમાં હત્યા કરેલી હાલતમાં સોનલ, સુભદ્રાબહેન, ગણેશ અને પ્રગતીની લાશ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને આસપાસના લોકોની પુછપરછ શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હાલ વિનોદ મળ્યો નથી. તેણે જ કોઇ કારણસર ચાર દિવસ પહેલાં આખા પરિવારની હત્યા કર્યા બાદ તે પલાયન થઇ ગયો હશે. હાલ તો આ મામલે હત્યાનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે.
રવિવાર, મે 18
Breaking
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન