દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો સહિત ગેસ,દૂધ,રાશન,ખાદ્યતેલોના ભાવો વધી રહ્યા ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યુ છે કે, પીએમ રોજ સવારે ઉઠીને આ જ કામ કરે છે, જેમાં,મોદી વહેલા ઉઠી વિચારે કે આજે
–પેટ્રોલ ડિઝલ અને ગેસના ભાવ કેટલા વધારૂ
–લોકોની ખર્ચા પર ચર્ચા કેવી રીતે અટકાઉ…
–યુવાઓને નોકરી આપવાના પોકળ સપના કેવી રીતે બતાઉં
—આજે કઈ સરકારી કંપની વેચુ
–ખેડૂતોને વધારે લાચાર કેવી રીતે બનાઉં
આમ રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવી સરકારની નિંદા કરી છે. તેમણે યુવાનોને રોજગાર, ખાનગીકરણ અને ખેડૂતોના મુદ્દે પણ કેન્દ્ર સરકારને સવાલ કર્યા છે. રાહુલે ટ્વીટ કરીને પીએમ મોદીની ડેઈલી ટુ-ડૂ લિસ્ટ શેર કરતા તે ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
નોંધનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી મોંઘવારી મુદ્દે સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે, કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોંઘવારી બેફામ છે,રોજગાર નથી,સ્થિતિ ખુબજ વિકટ છે પણ તેનાથી લોકોને ફરક પડી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)ને કોઈ ફરક નથી પડતો.