મોદીજીની સરકાર લાવોતો પેટ્રોલ ₹40 થઈ જશે ની વાતો કરતા બાબા રામદેવને જ્યારે આ બાબતે પત્રકારે સવાલ કર્યો તો બાબા ભડકયા હતા અને પત્રકારને ચૂપ રહેવા ધમકી આપી હવે વધુ પૂછીશ તો મજા નહિ આવે તેમ કહેતા પત્રકાર તેમનું રૌદ્ર રૂપ જોઈ ડઘાઈ ગયો હતો
હરિયાણાના કરનાલની મુલાકાતે ગયેલા બાબા રામદેવને પત્રકારો એ તેઓના જુના વાયદાઓ અંગે યાદ અપાવતાજ ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકારને કહી દીધું કે હા કીધું હતું બોલ શુ કરી લેવાનો તું…!!
મનમોહન સરકાર વખતે બાબા રામદેવ તેમના યોગા કાર્યક્રમો માં વધતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી લોકોને મોદી સરકાર બનાવવા જાહેર મંચ ઉપરથી ભાષણો કરતા હતા અને જો મોદી સરકાર આવશે તો કાળું નાણું પરત આવશે તે લોકોના ખાતામાં આવશે તેમજ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 40 રૂપિયા પ્રતિલીટર અને LPG સિલિન્ડર 300 રૂપિયામાં મળશે તેવા તેમના જૂનાં દાવાઓ અંગેના સવાલ પૂછ્યા તો તેઓએ પત્રકારોના સવાલોને ટાળવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમાં સફળતા ન મળી તો બાબા રામદેવ ગુસ્સે થઈ ગયા અને વિચિત્ર વર્તન કરવા લાગ્યા. આટલું જ નહીં બાબા રામદેવે કહ્યું- હવે ચુપ થઈ જાવ, નહીંતર સારું નહીં રહે તેવી ધમકી ઉપર ઉતરી આવ્યા હતા.
બાબા રામદેવ કરનાલ શહેરના બાંસો ગેટ સ્થિત એસબી મિશન સ્કૂલની શાખા અભેદ શક્તિ સદનમાં પોતાના મિત્ર મહારાજ અભેદાનંદને મળવા પહોંચ્યા તે સમયે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાબા રામદેવનું સ્વાગત કરાયું હતું. પોતાની કરનાલ મુલાકાત દરમિયાન બાબા રામદેવે પત્રકારો સાથે વાતચીત કરી, પરંતુ જ્યારે શક્તિ સદનમાં એક મીડિયાકર્મીએ તેમને સવાલ પૂછવાનું શરૂ કર્યું તો બાબા રામદેવ ભડકી ગયા. જ્યારે આ ઘટના બની ત્યારે બાબા રામદેવના મિત્ર મહારાજ અભેદાનંદ તેમની પાસે જ બેઠા હતા.
જ્યારે પત્રકારે પોતાનો સવાલ ફરી વખત પૂછ્યો તો બાબા રોષે ભરાયા અને આગળ ઝુકીને પત્રકારને કહ્યું- હાં, મેં કહ્યું હતું, તો શું પાછળ પડીશ મારી? મીડિયાકર્મીએ પછી પૂછ્યું કે તમારી કંપની પતંજિલ વિશ્વ પ્રસિદ્ધ છે… તો રામદેવે વચ્ચે જ ટોકતા કહ્યું, ‘અરે.. .મને આવા સવાલો ન પૂછો. હું તારા પ્રશ્નોના જવાબ આપવા માટે બંધાયેલો નથી. થોડાં સભ્ય બનતા શીખો.’
જ્યારે પત્રકારે પૂછ્યું કે તમે જ બાઈટ આપી હતી તેને લઈને? તો રામદેવે કહ્યું, ‘હાં, મેં આપી હતી. હવે નહીં આપું. શું કરી લઈશ. ચુપ થઈ જા. હવે વધુ પૂછીશ તો સારું નહીં થાય.’
આમ બાબાનું રૌદ્ર રૂપ જોઈ પત્રકાર પણ અચંબામાં પડી ગયો હતો.