રાજસ્થાનના જયપુરમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ કરી મોટી જાનહાનિ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે રાજસ્થાન પોલીસે ચિત્તોડગઢના નિમ્બાહેડા માંથી મધ્યપ્રદેશના સુફા સંગઠનના 3 આતંકવાદીઓને દબોચી લઇ તેઓની કારની લીધેલી તલાશી દરમિયાન બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર અને 12 કિલો RDX મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
આરોપીઓ નિમ્બાહેડામાં બોમ્બ બનાવીને અન્ય ગેંગને આપવાના હોવાની વાતનો પર્દાફાશ થયો છે.
આતંકીઓ નો ઈરાદો જયપુરમાં 3 સ્થળોએ સિરિયલ બ્લાસ્ટ કરવાનો હતો.
આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે આતંકીઓ ને દબોચી લીધા હતા.
અત્રે નોંધનીય છે કે રાજદ્રોહના કેસમાં કુખ્યાત સુફા સંગઠન 2012-13માં મધ્યપ્રદેશના રતલામમાં સક્રિય થયું હતું. ઘણા વર્ષો સુધી શાંત રહ્યા બાદ આ આતંકવાદી સંગઠન ફરી આતંકી ઘટનાને એંજામ આપવાની ફિરાકમાં છે.
આરોપીઓના નામ ઝુબેર, અલ્તમસ અને સરફુદ્દીન ઉર્ફે સૈફુલ્લાહ છે. તેઓ રતલામથી ભાગી ગયા હતા અને નિમ્બાહેડા નજીક રાણીખેડામાં રહેતા હતા. રાજસ્થાનમાં પકડાયેલા આરોપીઓની સૂચના પર રતલામમાંથી પણ બે લોકોને કસ્ટડીમાં લઇ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો