ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કાફલો સુરતમાં મોડી રાત્રે પાલ-ઉમરા બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન બરાબર તેજ સમયે બ્રીજ ઉપરથી કૂદી આત્મહત્યા માટે એક યુવતી પહોંચી હતી. જોકે યુવતી બ્રીજ ઉપરથી નીચે કુદે તે પહેલાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને આપઘાત કરતાં બચાવી લીધી હતી તેજ સમયે અહીંથી પસાર થઈ રહેલા ગૃહ રાજ્યમંત્રીએ પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક આ યુવતી પાસે પહોંચી ગયા હતા અને યુવતીને સાંત્વના પાઠવી આપઘાત ન કરવા સમજાવી હતી અને આ યુવતીને ન્યાય મળે તે માટે પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા તે વખતે સુરતના સરદાર બ્રિજ પર એક વ્યક્તિ આપઘાત માટે પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવ્યો હતો અને આજેપણ બ્રીજ ઉપરથી કૂદી આપઘાત કરવા જઈ રહેલી યુવતીને સમજાવી ઘરે મોકલવામાં સફળ રહ્યા હતા.
આમ સુરતમાં તેઓએ આ રીતે બે જિંદગી બચાવી તેઓની સમસ્યા સાંભળી હતી.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી