આજકાલ યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે અને ફિલ્મી જગતમાં તેનું દુષણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે ત્યારે
હૈદરાબાદના બંજારા હિલ્સની એક પંચતારક હોટેલમાં ચાલતી રેવ પાર્ટી ઉપર પોલીસની ટાસ્ક ફોર્સની ટીમે છાપો મારી ડ્રગ્સની મજા માણી રહેલા VIP, અભિનેતા, તથા રાજનેતાઓના બાળકો તેમ જ બિગબોસ વિજેતા સહિત 142 લોકોની ધરપકડ કરતા ભારે હંગામો મચી ગયો છે. પોલીસે આ રેવ પાર્ટીમાંથી કોકીન તથા ચરસ જેવા માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી અને અભિનેતા નાગા બાબૂની પુત્રી નિહારિકા કોનિડેલાનો પણ સમાવેશ થાય છે ઉપરાંત બિગ બોસ તેલુગુ રિયલિટી શોની ત્રીજી સિઝનના વિજેતા અને ગાયક રાહુલ સિપ્લીગંજની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પાર્ટીમાં જે અન્ય નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં આંધ્ર પ્રદેશ પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીની પુત્રી પણ છે તેમ જ રાજ્યના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદના દીકરાનો પણ સમાવેશ થાય છે. અહેવાલો પ્રમાણે તેમની પાસેથી કોકીન અને વીડ જેવા ડ્રગ્સ મળી આવ્યા છે. કન્નડ ફિલ્મના અભિનેતા સંજના ગલરાની, ગારિણી દ્વિવેદી, પાર્ટી આયોજક વીરેન ખન્ના તથા ભૂતપુર્વ દિવંગત નેતા જીવરાજ અલ્વાનો દીકરો આદિત્ય અલ્વા સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે.
અગાઉ પણ મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં મોટા પાયે ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે ત્યારે હૈદરાબાદના બંજારા હિલ્સની ફાઈવસ્ટાર હોટેલમાં ડ્રગ્સ પાર્ટીનું આખું રેકેટ ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ગુરુવાર, મે 15
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા