રાજ્યમાં હાલ ખંભાત, હિંમતનગર વગરે જગ્યાએ ફાટી નીકળેલા કોમી હુલ્લડો વચ્ચે તંગદીલીનો માહોલ હોય ખોટી અફવા ફેલાય નહિ અને શાંતિ ડહોળાય નહિ તે માટે સોશયલ મીડિયા ઉપર પોલીસ વોચ રાખી રહી છે,ત્યારે વલસાડ જિલ્લા પોલીસની ટેકનીકલ તથા સાયબર ક્રાઇમ ટીમ તેમજ વાપી પોલીસ આવા તત્વો ઉપર બાજ નજર રાખી રહી છે.
જો કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક મેસેજ કે કોમી એખલાસ ભર્યા વાતાવરણની શાંતિને ડહોળવાની પ્રવૃતિઓ થતી હોવાનું જણાય આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા અપીલ કરી છે. વાપી ટાઉન પોલીસને મદદરૂપ થવા મો.નં. 7984188023 ઉપર માહિતી વોટ્સએપ શેર કરવા અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં કોમી એખલાસભર્યુ વાતાવરણ જાળવવા માટે જિલ્લા પોલીસે અપીલ કરતા જણાવ્યું છે કે, સોશ્યિલ મીડિયાના માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો શહેરમાં શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો કરી રહ્યા હોય એવા તત્વો સામે તાત્કાલિક કડક પગલા ભરવા પોલીસ સક્રિય બની છે અને નજર રાખી રહી છે.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર