વલસાડ જિલ્લામાં આગામી 18 એપ્રિલ,2022 ને સોમવારના રોજ 23 સેન્ટર ઉપર 3 સેશનમાં
ગુજકેટની પરીક્ષા યોજાનાર છે.જેમાં વલસાડ જિલ્લાના કુલ 5367 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં એ (મેથ્સ)-ગ્રૂપના 2279, બી (બાયોલોજી) ગ્રૂપના 3047 અને એબી (મેથ્સ-બાયોલોજી મિશ્ર) ગ્રૂપના 41 પરીક્ષાર્થી આ પરીક્ષામાં આપશે. ચાલૂ વર્ષે ગુજકેટની આ પરીક્ષામાં જિલ્લામાં 23 શાળા બિલ્ડિંગોમાં આ પરીક્ષા સવારે 10થી સાંજના 4 કલાકથી સુધી યોજાશે.
જેમાં સવારે 10 થી 12 કલાક સુધી ફિઝિક્સ,કેમેસ્ટ્રી, બપોરે 1 થી 2 વાગ્યા સુધી બાયોલોજી અને બપોરે 15 થી સાંજે 4 વાગ્યા સુધી મેથ્સ એમ કુલ 3 સેશનમાં પરીક્ષા યોજાશે. ગુજકેટ-2022 પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તેમની હોલ ટિકિટ બોર્ડની વેબ સાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org ઉપરથી ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાના આયોજન માટે વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂતની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમા મળી હતી.
આ બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં પરીક્ષા બિલ્ડીંગોના સ્થળ સંચાલકો સાથે મિટિંગ યોજાઇ હતી. આ પરીક્ષામાં તમામ કામગીરી તટસ્થ રીતે કરવા સૂચનાઓ અપાઈ છે.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર