વલસાડ પાલિકાની હાલની આર્થિક સ્થિતિ સારી નથી તેવા સંજોગોમાં આવક વધારવા માટે વિકલ્પ વિચારાઇ રહયા છે ત્યારે શાસક પક્ષના સભ્યો દ્વારા દુકાનોના ભાડા વધારવા કારોબારી અને બોર્ડમાં ચર્ચા બાદ બાબતે નિર્ણય લેવાવાની શકયતા વિચાર હેઠળ છે ત્યારે બીજી તરફ
ભાડાની કોઇ દરખાસ્ત થાયતે પહેલાં જ વેપારીઓ દ્વારા સીઓ સમક્ષ ભાડા વધારવા મુદ્દે લેખિત વાંધો રજૂ કરી વર્ષોથી જર્જરિત શોપિંગ સેન્ટરમાં સુવિધાઓ મેન્ટેનન્સનો અભાવ વિગેરે મુદ્દે રજુઆત થતા વલસાડમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.વેપારીઓ નું કહેવું છે કે
40 વર્ષથી કોઇ સુવિધા અપાતી નથી અને જર્જરિત સેન્ટરોનું મેઇન્ટેનન્સ થતું નથી,દરવર્ષે 5 ટકા ભાડા વધારો ચૂકવાય છે દૂકાનદારોની જાણ બહાર વધારો ન કરવા માગ કરાઇ છે.
મહત્વનું છે કે વલસાડ પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો અને માર્કેટોની સંખ્યા 22 છે અને તેમાં ચાલી રહેલી
દૂકાનોની સંખ્યા-912 છે જેમાં હાલના ભાડા- રૂ.1500 થી રૂ.5000 (સ્ક.ફુટ મુજબ નક્કી દરે) ચાલી રહયા છે,બીજી તરફ ખાનગી દૂકાનોનું ભાડુ- રૂ.15000 થી રૂ.20 હજાર હોય હવે આ ભાડામાં પાલિકા કેટલો વધારો કરે તેના ઉપર સૌ વેપારીઓની મીટ મંડાયેલી છે.
શુક્રવાર, મે 16
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા