અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામના રાફડા ફાટયા છે અને તેમાંય કેટલીક જગ્યાએ વહીવટ ચાલતા હોય સબંધિત વિભાગના કેટલાક અધિકારીઓ ઉપર શંકાઓ ઉઠવા પામી છે આવાજ એક ચર્ચાનો વિષય બનેલા ‘આકાશ સરકાર’નું નામ ભારે વિવાદ જગાવી રહ્યું છે અને મનપાના બે મોટા અધિકારીઓ ની સાંઠગાંઠ માં કમાવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હોવાની વ્યાપક ચર્ચા ઉઠી છે આ એક મોટું રેકેટ ચાલતું હોવાની વાતો છે જેમાં ગેરકાયદે બાંધકામો વાળા લફડાઓ માં આકાશ સરકાર ઈચ્છે તેનું બાંધકામ તોડાવી નાખે છે, કેટલાક કિસ્સાઓમાં વહીવટ થાયતો ડીમોલેશન કરાવાતું હોવાની વાતો ઉઠી છે, પોલીસ બંદોબસ્ત સાથે આકાશ ઈચ્છે તે રીતે બાંધકામો તોડવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હોય આ મામલો તપાસનો વિષય બન્યો છે અગાઉ પણ સત્યડેમાં આ મામલે અહેવાલો આવી ચુક્યા હોવાછતાં પણ કેટલાક ભ્રષ્ટ લોકોના મેળાપીપણામાં આખુ રેકેટ ચાલી રહ્યું હોવાની વાતોએ ભારે ચર્ચા જગાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓની મીલી ભગત હોવા અંગેની વાતો ભારે ચર્ચા જગાવી રહી છે ત્યારે આ બે અધિકારી અને આકાશ સરકાર મળી ગેરકાયદે બાંધકામો વાળી મેટરોમાં વહીવટ કરી રહયા હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે તેવે સમયે ઉપરી અધિકારીઓ આ મામલે તપાસ કરાવે તો આકાશને સપોર્ટ કરનારા કોણ છે તે અંગે ખુલાસો થાય તેમ છે અને અત્યાર સુધી કેટલી આવી મેટર ક્લીઅર કરી તે પણ બહાર આવી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આકાશ સરકારને કોર્પોરેશન દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવ્યો છે જેણે પોતાના બે વહીવટદાર ઉભા કરી આકાશ સરકાર હાલમાં આર.ટી.આઈ.કરાવી ને મોટા ખેલ કરી રહ્યો હોવાની વાત છે તેમાંના એક નું નામ નલિન રાઠોડ અને બીજાનું નામ સમીર પટેલ હોવાની લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે અને આ સમીર પટેલ નામનો શખ્સ એન.સી.પી.માં પણ પોતાનો હોદ્દો ધરાવતો હોવાની વાતો વચ્ચે કોર્પોરેશન માં વગ ધરાવતા આકાશ અને બે અધિકારીઓ ની સંડોવણીની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
રવિવાર, મે 18
Breaking
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી