આજકાલ ઓન લાઈનના જમાનામાં બધુજ ઓનલાઈન થઈ ગયું છે જેમાં ઘરે ડિલિવરી કરવા આવતા બધાજ ડિલિવરી બોય સારા હોતા નથી અને એકલતાનો ફાયદો ઉઠાવી મહિલાઓ અને નાદાન બાળાઓ અને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતા હોય છે આવો જ આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાં બન્યો છે.
મુંબઈમાંથી સુરત શિફ્ટ થયેલા એક ઈલેક્ટ્રોનિક સમાનનો ધંધો કરતા વેપારીની ૧૪ વર્ષની નાદાન પુત્રીની ડિલિવરી બોયે ફસાવી શરીર સબંધ બાંધી તેની જિંદગી ખરાબ કરી નાખી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ અંગે જ્યારે પિતાને ખબર પડી તો તેઓના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને તેઓએ પોલીસનું શરણું લીધું હતું, તેઓ પોતાની 14 વર્ષની પુત્રી અને ૮ વર્ષના પુત્ર પોતાના વૃદ્ધ માતા સાથે રહે છે. વેપારીની ૧૪ વર્ષની દીકરી ડિલિવરી બોય તરીકે કામ કરતા ઉમંગ ઉર્ફે બોનીના સંપર્કમાં આવી હતી. ફરિયાદ મુજબ ઉમંગ છોકરીને બપોરના સમયે તેના ઘરે મળવા બોલાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો, અને અંગત પળોના વિડીયો તેમજ ફોટોગ્રાફ લઈ લીધા હતા ત્યારબાદ કોઈને પણ વાત કરી તો તે વિડીયો અને ફોટો વાયરલ કરી દેશે. તે જ રીતે તે અવારનવાર છોકરીને બ્લેકમેઈલ કરીને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો. આ દરમિયાન આરોપીએ પોતાના બે મિત્રોને પણ આ ફોટોગ્રાફ અને વિડીયો મોકલી આપ્યા હતા. સમાજમાં આબરુ જવાના ડરે વેપારીની પુત્રી મૂંગા મોઢે ઉમંગનો ત્રાસ સહન કરી રહી હતી. ઉમંગ વિડીયો વાયરલ કરી દેશે તેવા ડરે તેણે ઘરમાં પણ આ અંગે કોઈને પણ વાત નહોતી કરી.
આ સમગ્ર ઘટનાથી અજાણ વેપારીનો પરિવાર તાજેતરમાં મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે રાતના સમયે પિતાના હાથમાં પોતાની પુત્રીનો ફોન આવતા છોકરીના મેસેજ ચેક કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમાં બીભત્સ ફોટોગ્રાફ, વિડીયો ઉપરાંત આરોપીએ આપેલી ધમકીઓ જાેઈને વેપારીના પગ નીચેથી જાણે ધરતી સરકી રહી હોવાનો અહેસાસ થયો હતો અને તેઓએ આ અંગે જ્યારે પોતાની પુત્રીની પુછતાછ કરતા આખરે તમામ હકીકત પિતાને જણાવી ડિલિવરી બોય ઉમંગે તેની સાથે પાંચ વાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કરી તે વિડીયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરતો હોવાની વાત કરી હતી. આ મામલે આખરે પીડિતાના પિતાએ સુરતનાઅડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨૦ વર્ષીય આરોપી ઉમંગની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
