અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ છે જેમાં ખાસ કરીને મોડીફાઇડ સાયલન્સર અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ થઈ છે.
અમદાવાદ શહેરમાં મોડિફાઇડ
સાયલન્સરના બાઇક અવાજ નું પ્રદુષણ ફેલાવી રહયા છે, આવા બાઇક ચાલક સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરતા આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. મોડીફાઇડ સાયલન્સર વાળા વાહનો અને ડાર્ક ફિલ્મ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી અંગેઅમદાવાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે 12 મે સુધી આ ડ્રાઇવ ચાલશે. એક સપ્તાહમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ અને મોડિફાઇડ સાયલન્સર મામલે કડક ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ કાયદાનો ભંગ કરતાં જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આમ આગામી તા.12 સુધી આ ડ્રાઇવ ચાલનાર છે ત્યારે નિયમભંગ કરતા વાહન ચાલકો માં ભારે ફફડાટ ફેલાયો છે.
