આજે ફેલાઈ ગયેલા પશ્ચિમી કલ્ચરને પગલે ભારતીય સંસ્કૃતિ અને મર્યાદાનો નાશ થઈ ગયો છે, સ્કૂલોમાં ભણાવતા આપણા પ્રાચીન ગ્રંથની સંસ્કારી વાર્તાઓ અને સારા શિક્ષકોના કારણે સમાજમાં સભ્યતા હતી પણ આજે તેની વિરુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે, સંબંધો લજવાઈ રહ્યા છે આ બધા વચ્ચે સુરતના ખોલવડમાં મામાના ઘરે વેકેશનમાં ગયેલી 18 વર્ષની ભાણી ઉપર મામાએ બળાત્કાર કરતા ભારે ચકચાર મચી ગઇ છે.
સુરત ખાતે રહેતી બહેન વેકેશન પડતા પરિવાર સાથે કામરેજના ખોલવાડ ખાતે પિયર આવી હતી જ્યાં મળસ્કે મામાએ સુતેલી ભણકીને શારીરિક અડપલાં કરી બળાત્કાર ગુજાયો હતો. જે અંગે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે બળાત્કારી મામાની ધરપકડ કરી છે.
કામરેજનાં ખોલવડમા મામા ભાણેજનાં સબંધને લજવતી આ ઘટના પ્રકાશમાં આવતા કોના પર વિશ્વાસ કરવો એ સવાલ ઉભો થયો છે.
કામરેજનાં ખોલવડમાં ઓપેરા પેલેસ ખાતે ભાઈ-ભાભી અને સંતાનમાં એક છોકરો ધરાવતા પરિવાર ના પિયરમાં સુરત ખાતે રહેતા બેન બનેવી તથા18 વર્ષની ભાણકી આવ્યા હતા, રાત્રે જમ્યા બાદ બેન બનેવી પરત સુરત ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે ભાણકી મામાનાં ઘરે રોકાઇ ગઇ હતી, રાત્રે મામા મામી તથા મામાનો છોકરો તથા ભાણકીતથા તેનો ભાઇ સૌ એક જ રૂમમાં સુઇ ગયા હતા.
દરમ્યાન 18 વર્ષની યુવાન ભાણકીને જોઇ 40 વર્ષના મામાનો વાસનાનો કીડો સળવળતા તેણે મળસ્કે 4.30 વાગ્યે ભાણી ની છાતી પર હાથ ફેરવ્યો હતો, ત્યારબાદ ઊંઘમાં રહેલી ભાણીની મરજી વિરૂધ કપડાં ઊંચા કરી જબરજસ્તી બળાત્કાર ગુજારતા ભાણી હેબતાઈ ગઈ હતી.
ઘટના બાદ ખુબજ ગભરાઈ ગયેલી ભાણીએ પોતાનાં પરિવારને જાણ કરતા પરિવાર કામરેજ પોલીસ મથકે દોડી આવ્યો હતો. આરોપી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પીએમ પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.
પોતાની પુત્રી ઉપર પોતાના ભાઈએ બળાત્કાર ગુજારતા બહેન ભાંગી પડી હતી અને ભાણી કળિયુગી મામા નું આવું રૂપ જોઈ ખુબજ ગભરાઈ ગઈ હતી.