વાપી ખાતેનાબીલખાડીના રૂ.22.24 કરોડના ખર્ચે તૈયાર થનાર RCC લાઇનીંગના કામનું રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ પ્રસંગે વલસાડના સાંસદ કે. સી.પટેલ,નોટીફાઇડ એરિયાના પ્રમુખ હેંમત પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ અને ભાજપના અગ્રણીઓ હાજર રહયા હતા.
ગત ચોમાસા દરમિયાન બીલખાડીમાં પાણી ભરાતા વાપી નગરમાં પાણી ઘૂસ્યા હતા જેથી આ ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યા દૂર કરવા તબક્કાવાર બીલખાડીનુ RCC લાઇનીંગનું કામ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કોલક નદી આ કામ કરવા મંત્રીકનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યુ કે હાલમાં બીલખાડીનું પ્રમુખહિલ એપાર્ટમેન્ટથી નેશનલ હાઇવે નં.- 48 સુધીની 3.31 કિ. મી. સુધી RCC લાઇનીંગ કરવામાં આવશે પરિણામે વાપી, છીરી, છરવાડા, સલવાવ અને બલીઠાના ગામોને લાભ મળશે. આ ખાડીની આર. સી. સી. લાઇનીંગ થવાથી ફલો વેલોસીટી વધશે અને તેનાથી ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતો અટકશે.
આ ઉપરાંત આનાથી 6,600 કયુસેકસ પાણીનું વહન થવાની સાથોસાથ ગંદુ પાણીનું ઝરપણ, અને આસપાસના બોરિંગના પાણીની ગુણવત્તા સુધરશે તેમજ ખાડી ઉપર થતા ગેરકાયદેસર દબાણ અટકશે. મંત્રીએ વાપી તાલુકાની રૂા. 115 કરોડની પીવાની પાણીની લાઇનથી વાપી અને આજુબાજુના ગામોને શુધ્ધ પીવાનું પાણી પહોંચાડયું હોવાની વાત જણાવી હતી આમ, વાપીના નગરજનોને પીવાના પાણીનો અને પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે.
આ તકે વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલે જણાવ્યું કે, બલીઠા ઓવરબ્રીજ અને છરવાડા તેમજ બલવાડાના અન્ડર પાસ મંજૂર કરવામાં આવ્યા છે અને તે કામો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
