Surat સુરત ડિજિટલ અરેસ્ટ કેસ: આમીર પીરભાઈની જામીન અરજી ફગાવતી કોર્ટ, ભાગેડુ જનરલ ફેમિલીએ દમણમાં ગોઠવી છે પાર્ટી? પોલીસ આવી હરકતમાં

2 Min Read

Surat સુરતનાં ઘોડદોડ રોડ ખાતે રહેતા રિટાયર સિનિયર સિટીઝનની સીબીઆઈ ઓફિસર અને આઈપીએસ ઓફિસર હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કરીને એક કરોડ રુપિયા કરતાં વધારાની રકમ પડાવી લેવાના કેસમાં એકાઉન્ટ ભાડે આપનારા આરોપીની સુરતની કોર્ટે જામન અરજી ફગાવી દીધી છે. હવે આ આરોપીને જેલમાં જ રહેવું પડશે.
વિગતો મુજબ સુરતનાં સિનિયર સિટીઝનની ડિજિટલ અરેસ્ટ કરીને 1.05 કરોડ જેટલી માતબર રકમ અલગ અલગ એકાઉન્ટમાં નંખાવીને આર્થિક માફિયાઓએ કારસ્તાન કરતાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આઠથી નવ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમાં મુખ્ય સૂત્રધારની નજીકનો ધરોબો ધરાવતા આમીર પીરભાઈ (ઉ.વ-25, રહે, પહેલો માળ, એપેકસ એપાર્ટમેન્ટ, ગનીભાઈની ગલીમાં, ચોકબજાર) ની ધરપકડ કરી તેને જેલના હવાલે કરવામાં આવ્યો હતો હવે તેની જામીન અરજી સુરતની 6-એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હિતેશકુમાર વ્યાસે ફગાવી દઈ રિજેક્ટ કરી હતી. જામીન અરજી પર આરોપી તરફે એડવોકેટ નદીમ ચૌધરી અને સરકારી વકીલ તરીકે વીસી પંચાલે દલીલો કરી હતી. બન્ને પક્ષોની દલીલો સાભળ્યા બાદ કોર્ટે જામીન અરજી રિજેક્ટ કરી હતી.
આ દરમિયાનમાં મળી રહેલી માહિતી મુજબ ચોકબજાર-ભાગાતળાવમાં રહેતા અને હાલમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં ભાગતા ફરી રહેલા જનરલ ફેમિલી દ્વારા દમણમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે પાચમી તારીખે આ પાર્ટી માટે દરિયા કિનારાની હોટલ બૂક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર બાબતને લઈ પોલીસ હરકતમાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ કેસમાં ભાગેડુ ઉંમર જનરલ, યુનુસ જનરલ અને અહેમદ પીરભાઈ હજુ પણ પોલીસ પકડથી દુરનાં દુર છે. પોલીસ હવે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સતત દરોડા પાડી રહી છે.

Share This Article