અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ફરી ચિંતાજનક રીતે આગળ વધ્યુ છે અને છેલ્લા સાત દિવસમાંજ શહેરમાં ૨૧૭ કોરોનાના કેસ નોંધાતા હવે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગઈકાલે મંગળવારે પણ તેર કેસનો ઉમેરાતાં કોરોનાના નવા ૪૪ કેસ ઉપર આંકડો પહોંચ્યો છે,હાલ અમદાવાદમાં કોરોનાના ૨૦૧ એકિટવ કેસ છે.આજથી શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ થયા છે.
કોરોના ટેસ્ટ માટે એસ.ટી. તેમજ રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ ડોમ શરુ થયા છે આ સ્થિતિમાં માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરાઈ છે.
આમ ફરી એકવાર કોરોનાના કેસ વધતા હવે માસ્ક ફરી એકવાર ફરજીયાત કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો હતો. જો કે, રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહયો છે પણ હવે દરરોજ કોરોના કેસમાં આંશિક વધારો જોવા મળતા રાજ્યમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે.
