રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ સામે લડી શકે તેવો મજબૂત પક્ષ દેખાતો નથી એટલેજ તો મોદીજી એ ગઈકાલે પોતાના ભાષણમાં જાહેરમાં કહ્યું કે ‘અમે ભલું કરવા આવ્યા છે, ચૂંટણી માટે નહીં !! ચૂંટણીતો અમે જીતીએ જ છીએ’!
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપની સફળતામાં કોંગ્રેસના ધારાસભ્યોનો પણ સિંહફાળો છે.
પાછલા વર્ષો ઉપર નજર કરવામાં આવેતો 2002થી 2022 સુધીના 20 વર્ષમાં ભાજપે કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો અને 2000થી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા હોદ્દેદારોને ભાજપમાં સ્થાન આપ્યું છે પરિણામે ભાજપમાં બેઠેલાઓમાં 25 ટકા કોંગ્રેસના આયાતી છે.
ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ છેલ્લાં પાંચ વર્ષમાંજ કોંગ્રેસના 16 ધારાસભ્ય અને 2002થી 2022 સુધીના 20 વર્ષમાં કોંગ્રેસના 65થી વધુ ધારાસભ્યો
ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
ભાજપ શામ,દામ,દંડ અને ભેદ ની નિતિરિતી અપનાવી કઈક ખેરખાઓને સીધા કરી દીધાનું સામે છે.
આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની શકયતાઓ વચ્ચે હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા હાઇકમાન્ડ શુ રણનીતી અપનાવશે તે જોવું રહ્યું